ભારતના શ્રેષ્ઠ ઈમ્યૂનિટી એક્સપર્ટ ડાબર વિટાએ બાળકો માટે ઈમ્યૂનિટી સેશનનું આયોજન કર્યું
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/05/dabur-1024x768.jpg)
અમદાવાદ, શાળાઓ ફરી ખૂલી રહી છે અને નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થવા જઈ રહી છે ત્યારે ભારતના અગ્રણી હેલ્થ ફૂડ ડ્રિંક ડાબર વિટાએ શાળાએ જતા બાળકોમાં મજબૂત રોગપ્રતિકારક શક્તિના મહત્વ અંગે જાગૃતતા ફેલાવવા એક મેગા ઈમ્યૂનિટી અવેરનેસ કેમ્પેઈન શરૂ કર્યાની જાહેરાત કરી હતી.
આ અભિયાનનો પ્રારંભ અમદાવાદથી થયો હતો જેમાં શહેરની આનંદા ગ્લોબલ સ્કૂલના 500થી વધુ બાળકોને આવરી લેતું એક વિશેષ સત્ર યોજવામાં આવ્યું હતું. બાળકોને પ્રાથમિક આરોગ્ય આદતો અને પોષણયુક્ત આહાર થકી પોતાની રોગપ્રતિકારક શક્તિ કેવી રીતે વિકસાવવી તેના વિશે સમજ આપવામાં આવી હતી. ડાબર વિટા અને ડાબર ચ્યવનપ્રાશની એક વિશેષ ઈમ્યૂનિટી કિટ પણ આ વિદ્યાર્થીઓને પૂરી પાડવામાં આવી હતી.
આ પ્રસંગે ડાબર ઈન્ડિયા લિમિટેડના માર્કેટિંગ હેડ (હેલ્થ સપ્લીમેન્ટ્સ) શ્રી પ્રશાંત અગ્રવાલે જણાવ્યું હતું કે ઓફલાઈન વર્ગો શરૂ થઈ ગયા છે ત્યારે મજબૂત રોગપ્રતિકારક શક્તિ કેળવવી દરેક બાળક માટે ખૂબ જરૂરી છે કારણ કે આપણે હજુ રોગચાળામાંથી સંપૂર્ણપણે બહાર આવ્યા નથી.
રોગચાળા દરમિયાન આરોગ્યના શ્રેષ્ઠ જતન માટે મજબૂત રોગપ્રતિકારક શક્તિના મહત્વને અને વાઈરસ સામે લડવામાં તેની નિર્ણાયક ભૂમિકાને વૈશ્વિક સ્તરે સ્વીકારવામાં આવ્યું છે.
આનંદા ગ્લોબલ સ્કૂલના પ્રિન્સિપલ શ્રીમતી મીતિકા શર્માએ જણાવ્યું હતું કે આપણે દરરોજ સંભવિતપણે નુકસાનકર્તા બેક્ટેરિયા અને વાઈરસનો શિકાર બની શકીએ છીએ. આપણી રોગપ્રતિકારક શક્તિ આ નુકસાનકર્તા માઈક્રોબ્સ અને બીમારીઓ સામે રક્ષણ આપવામાં આપણને મદદ કરે છે.
સામાન્ય બેક્ટેરિયા અને વાઈરસ સામે અસરકારક રીતે લડવા માટે રોગપ્રતિકારક શક્તિ વધારવી ખૂબ જરૂરી છે. આ પહેલ સાથે અમે બાળકોને ઈમ્યૂનિટી કિટ પૂરી પાડીને મજબૂત રોગપ્રતિકારક શક્તિના મહત્વ પર પ્રકાશ પાડવાનું લક્ષ્ય રાખીએ છીએ.