ભારતની આગામી પેઢીએ ટેકનોલોજીને સરળતાથી અપનાવી અને પોતાની સુરક્ષા માટે એનો ઉપયોગ કરી શકે છે
ગોદરેજ સીક્યોરિટી સોલ્યુશન્સે એનાં સ્કૂલ કનેક્ટ પ્રોગ્રામ અંતર્ગત દિલ્હીમાં 12 શાળાઓમાં 8થી 18 વર્ષની વયજૂથ ધરાવતાં 5465 બાળકો વચ્ચે બીસ્પોક સર્વે હાથ ધર્યો
સર્વેની મુખ્ય ખાસિયતો નીચે મુજબ છે:
- સર્વેમાં 66% બાળકોએ દાવો કર્યો હતો કે, તેઓ 8 વર્ષથી ઓછી વયે મોબાઇલ ફોનનો ઉપયોગ કરતાં થઈ ગયા હતાં
- 8 વર્ષથી ઓછી વય ધરાવતાં 89% બાળકો ઇમરજન્સી નંબર ધરાવે છે
04 જૂન, 2019 : આઠ વર્ષથી ઓછી વય ધરાવતાં ત્રણ બાળકોમાંથી આશરે બે બાળકોએ તેમનો પ્રથમ ફોન કોલ કરી લીધો છે. ગોદરેજ સીક્યોરિટી સોલ્યુશન્સનાં સર્વે મુજબ, 89 ટકા બાળકો ઇમરજન્સી નંબરો ધરાવે છે.
સર્વેમાં આગામી પેઢીએ તેમનાં જીવનમાં ટેકનોલોજી ગેજેટ્સનો સરળતાપૂર્વક સ્વીકાર્ય કર્યો છે અને બાળકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા સુરક્ષાનાં માપદંડો સ્થાપિત કરીને તેનો ઉપયોગ કેવી રીતે કરી શકે છે એવું સૂચવે છે. માતાપિતાઓ અને શાળાઓ માટે બાળકની સલામતી સૌથી વધુ ચિંતાજનક બાબત છે. દિલ્હી પોલીસે જાહેર કરેલા આંકડા મુજબ, વર્ષ 2019નાં પ્રથમ મહિનામાં જ મહિલાઓ અને બાળકો સામે 357 કેસો નોંધાયા હતાં!
આપણાં દેશમાં બાળકોની સલામતી માટે જવાબદારી લેવાનાં સંબંધમાં અનેક ચર્ચાવિચારણાઓ થાય છે અને એકબીજા પર દોષનો ટોપલો ઢોળવામાં આવે છે. પણ કોઈને ખબર નથી કે, જ્યારે બાળકોનાં મનમાં તેમની સલામતીનો વિચાર આવે છે, ત્યારે તેમને સૌપ્રથમ કઈ બાબતનો ડર લાગે છે. આ પ્રકારનાં કિસ્સાઓને ધ્યાનમાં રાખઈને ગોદરેજ સીક્યોરિટી સોલ્યુશન્સે સ્કૂલ કનેક્ટ પ્રોગ્રામ નામની એક પહેલનાં ભાગરૂપે સર્વે દિલ્હીમાં 12 ખાનગી શાળાઓમાં હાથ ધર્યો હતો, જેમાં બાળકો તેમની સલામતી અને સુરક્ષાને લઈને કેવી જાણકારી ધરાવે છે અને તેઓ કેવી લાગણી અનુભવે છે એ સમજવા માટે કુલ 5465 વિદ્યાર્થીઓની મુલાકાત લેવામાં આવી હતી. સૌથી વધુ મહત્ત્વપૂર્ણ હકીકત એ છે કે, બાળકોને જાગૃત કરવાની સાથે તેમને તેમનાં માતાપિતાની ગેરહાજરીમાં તેમની પોતાની સુરક્ષા માટે સજ્જ કરવા જરૂરી છે.
આ પહેલ પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કરીને ગોદરેજ સીક્યોરિટી સોલ્યુશન્સનાં માર્કેટિંગ, સેલ્સ અને ઇન્નોવેશનનાં વાઇસ પ્રેસિડન્ટ અને ગ્લોબલ હેડ મેહેર્નોશ પીઠાવલાએ કહ્યું હતું કે, “જ્યારે ટેકનોલોજી માતાપિતાની સારસંભાળ અને પ્રેમનો વિકલ્પ બની શકતી નથી, ત્યારે અમારાં સંશોધનોએ પુષ્ટિ કરી છે કે, હોમ ટેકનોલોજી સોલ્યુશન્સ માતાપિતાઓને તેમની ગેરહાજરીમાં બાળકની સલામતીની ખાતરી આપી શકે છે. સીક્યોરિટી સોલ્યુશન્સ પ્રોવાઇડર તરીકે અમે યુઝરની સુવિધાને ધ્યાનમાં રાખીને અંગત સલામતી પ્રત્યે કટિબદ્ધ છીએ.
આ પહેલ અમારાં અભિયાન #IamSecureનું એક્ષ્ટેન્શન છે, જેને ઘણી પ્રશંસા મળી છે અને દરેક માતાપિતાએ એને આવકારી છે. બાળકની સલામતી ચિંતાજનક બાબત છે અને અમારું માનવું છે કે, અત્યારે માતાપિતાઓની સાથે બાળકોને બિનઆરોગ્યપ્રદ અને અસલામત સ્થિતિસંજોગો અંગે જાણકારી આપવી અને સક્ષમ બનાવવા જરૂરી છે. અમારાં ઉત્પાદનો એકવીસમી સદીનાં યુવાન માતાપિતાઓની જરૂરિયાતોને અનુરૂપ ડિઝાઇન કરેલા છે, જેઓ નોકરિયાત છે અને તેમનાં બાળકો સાથે હંમેશા જોડાયેલા રહેવા ઇચ્છે છે. આપણે એવા સમયમાં જીવીએ છીએ, જેમાં સંચાર માટે ઇન્ટરનેટની પહોંચ ચાવીરૂપ છે, જેથી તમે તમારાં પ્રિયજનો પર સરળતાપૂર્વક નજર રાખો છો.”
વર્ષ 2017માં ગોદરેજ સીક્યોરિટી સોલ્યુશન્સ (જીએસએસ)એ સીક્યોરિટી સોલ્યુશન્સની સ્વીકાર્યતાનો દર વધારવા અને નાગરિકો આત્મવિશ્વાસ સાથે કહી શકે કે ‘હું સુરક્ષિત છું’ એવા સુરક્ષિત દેશનું નિર્માણ કરવાનાં ઉદ્દેશ સાથે #IAmSecure નામનું જાગૃતિ અભિયાન વિવિધ શહેરોનાં ગ્રાહકો વચ્ચે શરૂ કર્યું હતું. અભિયાનનો ઉદ્દેશ લોકોને પોતાની સુરક્ષા કરવા સજ્જ બનાવવાનો હતો તથા સલામત અને સુરક્ષિત જીવન તરફ દોરી જવા માટે સ્વરક્ષણનું મહત્ત્વ સમજાવવાનો હતો.
સર્વે સમગ્ર દિલ્હીમાં 12 શાળાઓમાં 8થી 18 વર્ષની વયજૂથ ધરાવતાં વિદ્યાર્થીઓને લેખિત પ્રશ્રોત્તરી દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો. સર્વે સ્કૂલ કનેક્ટ પ્રોગ્રામનો ભાગ છે, જે ચાલુ વર્ષેની શરૂઆતમાં ગોદરેજ સીક્યોરિટી સોલ્યુશન્સે હાથ ધર્યો હતો.