ભારતની ઈકોનોમીનો સૌથી ખરાબ સમય પસાર થઈ ચુક્યો છેઃ કે.સુબ્રમણ્યમ
નવી દિલ્હી, ભારતની જીડીપીમાં છેલ્લા 40 વર્ષનૌ સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો છે. એપ્રિલ-જુન ક્વાર્ટરમાં ભારતની જીડીપીમાં 23.9 ટકાનો જંગી ઘટાડો થયો છે. જોકે ભારતના મુખ્ય આર્થિક સલાહકાર કે.સુબ્રમણ્યમનુ કહેવુ છે કે, ભારતની ઈકોનોમીનો સૌથી ખરાબ સમય પસાર થઈ ચુક્યો છે. ઓગસ્ટ મહિનામાં સંખ્યાબંધ સેક્ટરમાં તેજીના સંકેત જોવા મળ્યા છે. વેપાર વધી રહ્યો છે. આ એ વાતનો સંકેત છે કે, દેશની ઈકોનોમી કોરોના કાળ પહેલાની સ્થિતિ તરફ આગળ વધી રહી છે. ઈકોનોમીમાં સુધારો થઈ રહ્યો છે.ભારતની ઈકોનોમીનો સૌથી ખરાબ સમય પસારપ થઈ ચુક્યો છે. હું આ વાત આંકડાના આધારે કહી રહ્યો છું. આ ખાલી અભિપ્રાય નથી.
સુબ્રમણ્યમે કહ્યુ હતુ કે, 2020ના ઓગસ્ટ મહિનાના આંકડા ગયા વર્ષના ઓગસ્ટ મહિનાના આંકડા જેવા જ રહ્યા છે. સંખ્યાબંધ સેક્ટરમાં વ્યવસાય વધી રહ્યો છે. ઓઈલ, ગેસ, રિફાઈનરી પ્રોડક્ટસ, ખાતર, સ્ટીલ, સીમેન્ટ અને વીજળીના ઉત્પાદનમાં વધારો થયો છે. જેમાં એપ્રિલ મહિનામાં રેકોર્ડ 38 ટકાનો ઘટાડો નોંધાયો હતો. આ સેક્ટરમાં મે મહિનામાં ઉત્પાદન 23.4 ટકા ઓછુ હતુ. જે જુલાઈમાં હવે 12.9 ટકા પર આવી ચુક્યુ છે.