ભારતની ઘરેલુ નીતિઓ વ્યાપક રીતે નાગરિકોને મદદ પહોંચાડવા પર કેન્દ્રીત : નાણાંમંત્રી
નવીદિલ્હી: નાણાંમંત્રી નિર્મલા સીતારમણે જી ૨૦ દેશોના નાણાંમંત્રીઓની બેઠકમાં કોવિડ ૧૯ મહામારીનો સામનો કરવાને લઇ ભારતની નીતિ તથા દુનિયાના સૌથી મોટા રસીકરણ અભિયાનની માહિતી આપી જી ૨૦ દેશોના નાણાં મંત્રીઓ અને કેન્દ્રીય બેંકના ગવર્નરોની ઓનલાઇન બેઠકને સંબોધિત કરતા તેમણે કહ્યું કે ભારતની ઘરેલુ નીતિઓ વ્યાપક રીતે નાગરિકોને મદદ પહોંચાડવા પર કેન્દ્રીત રહી છે.
તેના માટે લોન ગેરંટી, સીધા ખાતામાં હસ્તાંરણ,ભોજનની ગેરંટી આર્થિક પ્રોત્સાહન પેકેજ અને માળખાકીય સુધારામાં તેજી જેવા પગલા ઉઠાવ્યા છે સત્તાવાર નિવેદન અનુસાર સીતારમણે ભારતમાં જારી રસીકરણ કાર્યક્રમનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે આ દુનિયાનું સૌથી મોટી અને મહત્વકાંક્ષી રસીકરણ અભિયાન છે.
નાણાંમંત્રીએ એ પણ કહ્યું કે ભારતે અનેક દેશોને રસી ઉપલબ્ધ કરાવવામાં મદદ કરી છે ઇટલીની અધ્યક્ષતામાં આ પહેલી બેઠક હતી અને અને તેમાં રૂપાંતરણકારી અને સમાનતાની સાથે પુનરૂધ્ધાર સહિત એજન્ડામાં સામેલ અન્ય મુદ્દા પર ચર્ચા કરવાાં આવી તેમાં વૈશ્વિક આર્થિક પરિદ્શ્ય નાણાંકીય ક્ષેત્રના મુદ્દા નાણાંકીય સમાવેશી અને વિશ્વાસપાત્ર નાણાં સામેલ છે બેઠક દરિયાન જી ૨૦ દેશોના નાણાંમંત્રીઓ અને કેન્દ્રીય બેંકના ગવર્નરોએ વૈશ્વિક વૃધ્ધિ અને નાણાંકીય સ્થિરતા પર જળાવયુ પરિવર્તનના પ્રભાવ તરફથી પણ ચર્ચા કરી
એ યાદ રહે કે કોરોના મહામારીના દબાણમાં સતત બે માસીક સુધી મોટો ઘટાડો સહન કર્યા બાદ ભારતીય અર્થવ્યવસ્થાએ આખરે મંદીને માત આપી દીધી છે
ડિસેમ્બર તિમાસીકમાં જીડીપીએ ધટાડાથી બહાર આવી ૦.૪૦ ટકાનો વિકાસ દર હાંસલ કર્યો છે સરકારે શુક્રવારે જણાવ્યું હતું કે અર્થવ્યવસ્થા હવે ટેકનીકી રીતે મંદીની બહાર આવી ચુકી છે રાષ્ટ્રીય આંકડાકીય કાર્યાલયે કહ્યું કે ચાલુ નાણાંકીય વર્ષની શરૂઆતી બે તિમાસીકમાં વિકાસ દર શૂન્યથી ખુબ નીચે ચાલ્યો ગયો હતો તેથી ભારતીય અર્થવ્યવસ્થા પણ ટેકનીકી રીતે મંદીની ચપેટમાં આવી ગઇ હતી