ભારતની જેમ ગ્રીસની વાયુસેનામાં સામેલ થનારા રાફેલથી તુર્કી ગભરાયુ
અંકારા,ભારતની જેમ યુરોપિયન દેશ ગ્રીસે પણ ફ્રાન્સ પાસેથી રાફેલ લડાકુ વિમાનો ખરીદયા છે અને તેના કારણે ગ્રીસ સાથે શીંગડા ભેરવનાર ભારતના કટ્ટર દુશ્મન તુર્કી પણ ફફડી ગયુ છે. આમ ભારતીય ઉપખંડની સાથે સાથે યુરોપમાં પણ રાફેલના દબદબાની ચર્ચા છે.તુર્કીને ડર લાગી રહ્યો છે કે, રાફેલ જેટ મેળવ્યા બાદ ગ્રીસની હવાઈ તાકાત અનેકગણી વધી જશે.જેના પગલે તુર્કીએ દરિયામાં એર ડિફેન્સ ક્ષમતા ચકાસવા માટે અભ્યાસ કર્યો હતો.
ભૂમધ્ય સમુદ્રમાં દાદાગીરી કરવા માટેના સપના જોઈ રહેલા તુર્કીની સામે ગ્રીસ પડ્યુ છે.તુર્કી ગ્રીસ એરફોર્સમાં સામેલ થનારા રાફેલના કારણે ડરી રહ્યુ છે.બંને દેશો પાસે અમેરિકાના એફ-16 લડાકુ વિમાનો પહેલેથી જ છે પણ રાફેલના ઉમેરાવાથી ગ્રીસની તાકાત વધી જવાની છે તે નિશ્ચિત છે.ફ્રાંસે તો ખુલ્લેઆમ ગ્રીસનો સાથ આપવાનુ એલાન કરી દીધુ છે.
બીજી તરફ તુર્કીના રાષ્ટ્રપતિ એરદોગન છેલ્લા કેટલાક દિવસોથી તુર્કીને ધમકીઓ આપી રહ્યા છે.ઉલ્લેખનીય છે કે બંને દેશ વચ્ચે દરિયાઈ સરહદને લઈને વિવાદ છે. તુર્કીએ હવે આક્રમક વલણ અપનાવ્યુ હોવાથી ફ્રાન્સ ગ્રીસની મદદે આવ્યુ છે.ગ્રીસને 18 રાફેલ જેટ આપવાનુ ફ્રાન્સે એલાન કર્યુ છે.