ભારતની નિકાસમાં ગયા વર્ષની સરખામણીમાં ૩૫ ટકાનો ઉછાળો
નવીદિલ્હી, ભારતમાં બનેલી વસ્તુઓની નિકાસમાં સતત વધારો થઈ રહ્યો છે. તેવામાં કેન્દ્ર સરકારે નિકાસ અંગે જણાવ્યું હતું કે, ક્ટોબર ૨૦૨૧માં ભારતની કુલ નિકાસ ૫૬.૫૧ બિલિયન અમેરિકી ડોલર રહી છે.
આમાં વેપારી નિકાસ એટલે કે મર્ચેન્ડાઈઝ નિકાસ અને સર્વિસીઝ બંને સામેલ છે.નિકાસમાં સારી વૃદ્ધ જાેવા મળીગયા વર્ષની સરખામણીમાં નિકાસમાં સારી વૃદ્ધિ જાેવા મળી છે. ઓક્ટોબર ૨૦૨૦ની સરખામણીમાં ૩૫.૧૬ ટકા વધુ છે. તો ઓક્ટોબર ૨૦૧૯ની સરખામણીમાં કુલ નિકાસમાં ૨૯.૧૩ ટકાની સકારાત્મક વૃદ્ધિ થઈ છે.કેન્દ્રિય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જાહેર કર્યા આંકડા.
કેન્દ્રિય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે આને સંબંધિત આંકડા પણ જાહેર કર્યા હતા. આયાતને લઈને મંત્રાલયે જણાવ્યું હતું કે, ઓક્ટોબર ૨૦૨૧માં કુલ આયાત ૬૮.૦૯ બિલિયન અમેરિકી ડોલર રહી છે, જે ગયા વર્ષના સમાન સમયગાળા એટલે કે ઓક્ટોબર ૨૦૨૦ની સરખામણીમાં ૫૭.૩૨ ટકા વધુ છે. તો ઓક્ટોબર ૨૦૧૯ની સરખાણીમાં આમાં ૪૦.૮૨ ટકાની સકારાત્મક વૃદ્ધિ છે.HS