Western Times News

Gujarati News

ભારતની નિખત ઝરીને વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો

નવી દિલ્હી, ભારતીય બોક્સર નિખત ઝરીન 52 કિલોગ્રામ વેટ કેટેગરીમાં વર્લ્ડ ચેમ્પિયન બની ગઈ છે. તેમણે એક દિવસ પહેલા ફાઈનલમાં થાઈલેન્ડની જિતપોંગ જુટામેન્સને 5-0 થી પરાજિત કરી હતી. તેલંગાણાની નિખત ભારતની એવી પાંચમી મહિલા બોક્સર છે, જેમણે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.

નિખમના બોક્સર બનવાની કહાની પણ રસપ્રદ છે. પિતા મોહમ્મદ જમીલ પોતે ફુટબોલ અને ક્રિકેટ રમતા હતા તેઓ ઈચ્છતા હતા કે તેમની 4 પુત્રીઓમાંથી કોઈ એક ખેલાડી બને.

તેમણે પોતાના ત્રીજા નંબરની દિકરી નિખત માટે એથલેટિક્સને પસંદ કર્યુ અને નાની ઉંમરમાં જ સ્ટેટ ચેમ્પિયન બનેલી નિખતે પણ પિતાના આ નિર્ણયને સાચો સાબિત કર્યો પરંતુ કાકાની સલાહ પર નિખત બોક્સિંગ રિંગમાં ઉતરી અને 14 વર્ષની ઉંમરમાં જ વર્લ્ડ યુથ બોક્સિંગ ચેમ્પિયન બની અને જે બાદ એક-એક કરીને સફળતાની સીડીઓ ચઢતી ગઈ. વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતવો આ સફરનો સૌથી મહત્વનો પડકાર છે.

ભારતમાં મહિલા બોક્સિંગનો અર્થ 6 વખતના વર્લ્ડ ચેમ્પિયન એમસી મેરીકોમ છે પરંતુ નિખતે આ લિસ્ટમાં પોતાનુ નામ બનાવી લીધુ છે. જોકે આ માટે તેમને લાંબી રાહ જોવી પડી. ખભાની ઈજાના કારણે નિખત 2017માં બોક્સિંગ રિંગમાં ઉતરી શક્યા નહોતા. પરંતુ 5 વર્ષ બાદ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં મળેલી ઐતિહાસિક જીત બાદ તે ઉદાસી અને દર્દ બંને દૂર થઈ ગયા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.