ભારતની બેંકોમાં ૯ કરોડ ખાતા ૧૦ વર્ષથી નિષ્ક્રિયઃ ર૬૬૯૭ કરોડનું કોઈ ‘દાવેદાર’ નથી
બેેંકોમાં રૂા. ર૬૬૯૭ કરોડનું કોઈ ‘દાવેદાર’ નથી- ૯ કરોડ ખાતા ૧૦ વર્ષથી નિષ્ક્રિયઃ હવે એક વર્ષથી ઈન ઓપરેટીવ ખાતાનુૃ લીસ્ટ તૈયાર કરવા તથા ગ્રાહકોનો સંપર્ક કરવાની સુચના
(એજન્સી) નવીદિલ્હી, ભારતીય બેંકોના ૯ કરોડ નિષ્ક્રીય ખાતાઓમાં ૧૬૬૯૭ કરોડ રૂપિયા પડ્યા છે. અને તેનંુ કોઈ ધણીધોરી નથી. આ બેક ખાતાઓના ૧૦ વર્ષ કે તેથી વધુ સમયથી ઉપયોગ થયો નથી.
ભારતીય રિઝર્વ બેકના ૩૧મી ડીસેમ્બર ર૦ર૦ સુધીના આંકડાકીય રીપોર્ટના આધારે કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારામન સંસદમાં જણાવ્યુ હતુ કે ૬૪ કરોડ સેવિંગ-એફડી ખાતામાં છેલ્લા સાત વર્ષથી કોઈ વ્યવહાર થયા નથી એક વર્ષથી ખાતા નિષ્ક્રીય હોય તેનંુ લીસ્ટ તૈયાર કરવા પણ બેેકોન સુચના આપવામાં આવી છે. આવા ેબેક ધારકોનો સંપર્ક કરવા તથા ખાતાનો કેમ ઉપયોગ થતો નથી?
તેનુંકારણ મેળવવા તાકીદ કરવામાં આવી છે. બેકો ઈચ્છે તો બે વર્ષથી ઉપયોગમાં નહીં લેવાયેેલા ખાતેદારો કે તેના વારસદારોને શોધવા માટેની ઝુૃંબેશ ચલાવવા પણ કહેવામાં આવ્યુ છે. દસ વર્ષથી લાવારીસ ખાતેદારોના નામ-સરનામા વેબસાઈટમાં ઉમેરવાની સુચના આપવામાં આવી છે.
સરકારી-ખાનગી બેંકોમાં ધણીધોરી વિનાના બેક ખાતાઓની સંખ્યા ૮,૧૩,૩૪,૮૪૯ છે અને તેમાં ર૪૩પ૬ કરોડ રૂપિયા જમા છે તેનું કોઈ દાવેદાર નથી. જ્યારે અર્બન સરકારી બેકમાં ૭૭,૦૩૮૧૯ ખાતાઓમાં પડેલા ર૩૪૧ કરોડનું કોઈ દાવેદાર નથી.
નાણાંમંત્રીએ લોકજાગૃતિ યોજનાનો ઉલ્લેખ કરતા જણાવ્યુ હતુ કેે ૧૦ વર્ષ કે તેના કરતા વધારે સમયથી નિષ્ક્રીય ખાતામાં પડેલા ખાતાના નાણાં લોકો આ યોજનામા ટ્રાન્સફર કરી શકે છે. આ ફંડમાંથી થાપણદારો-બેક ખાતેદારોમાં જાગૃતિ સર્જવાનો કાર્યક્રમો થઈ શકે છે. જાે કે ગમે ત્યારે ખાતેદાર પ્રગટ થાય અને પોતાના ખાતાને એક્ટીવ કરીને નાણાં પરત માંગે તો વ્યાજ સહિત પાછા આપવા પડશે.
સરકારે સંસદમાં એવું કબુલ્યુહ તુ કે બેકોને પોલીસ તથા રાજકીય નેતાઓને લોન આપવામાં થોડી સમસ્યા રહેતી હોય છે. જાે કે એવી પણ ચોખવટ કરી હતી કે પોલીસ અથવા અન્ય કોઈ શ્રેણીના લોકોને લોન નહીં આપવાની કાઈ સુચના આપવામાં આવી નથી.