ભારતની સાથે વાર્તાની પેશકશ વચ્ચે પાકિસ્તાનનો ફરી કાશ્મીર રાગ

ઇસ્લામાબાદ: ભારતની સાથે શાંતિ વાર્તાની પેશકશ વચ્ચે એકવાર ફરી પાકિસ્તાની સરકારે કાશ્મીર રાગ આલાપ્યો છે.રાષ્ટ્રપતિ આરિફ અલ્વીએ કહ્યું કે જયાં સુધી કાશ્મીર મુદ્દાનું સમાધાન થશે નહીં ત્યાં સુધી દક્ષિણ એશિયામાં શાંતિ સ્થાપિત થઇ શકશે નહીં એ યાદ રહે કે ભારતે પાકિસ્તાની નેતાઓ દ્વારા ઉઠાવવામાં આવેલ કાશ્મીર મુદ્દા પર કોઇ પણ વાતચીતને રદ કરી છે એ યાદ રહે કે આ પહેલા પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન અને સેનાના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવાએ પણ શાંતિ વાર્તાની પેશકશ કરી હતી.
વિદેશ મંત્રાલય સતત એ કહી રહ્યું છે કે જમ્મુ કાશ્મીર દેશનું અભિન્ન અંગ છે અને અવિભાજય અંગ છે અને તે પડોસી દેશ પર નિર્ભર કરે છે કે તે ભારતની સાથે કેવા સંબંધ રાખવા ઇચ્છે છે.
પાકિસ્તાન દિવસ પ્રસંગ પર આયોજિત સૈન્ય પરેડને સંબોધિત કરતા અલ્વીએ કહ્યું કે અમે સારા ઇરાદાની સાથે વાર્તામાં આગળ વધવા માંગીએ છીએ પરંતુ અમારી શાંતિની ઇચ્છાને અમારી નબળાઇ ન સમજવામાં આવે અલ્વીએ કહ્યું કે પાકિસ્તાન પોતાની ક્ષેત્રીય અખંડતાની રક્ષા કરવામાં પુરી સક્ષમ છે એટલું જ નહીં પરંતુ કોઇ પણ હુમલાનો જાેરદાર જવાબ આપવાનું પણ જાણે છે.
તેમણે કહ્યું કે શાંતિપૂર્ણ સહ અસ્તિત્વ પાકિસ્તાનની વિદેશ નીતિની આધારશિલા છે અને ઇસ્લામાબાદ દક્ષિણ એશિયામાં શાંતિ સુરક્ષા અને વિકાસ માટે હરસંભવ પ્રયાસ કરશે અલ્વીએ કહ્યું કે પાકિસ્તાન એક પરમાણુ શક્તિ સંપન્ન દેશ છે અને તેને રક્ષા ક્ષેત્રમાં પણ આત્મનિર્ભરતા હાંસલ છે
તેમણે એ વાત પર સંતોષ વ્યકત કર્યો કે દેશ રક્ષા ઉત્પાદોનોનું નિર્યાત પણ કરી રહ્યું છે. આ સૈન્ય પરેડમાં વડાપ્રધાન ઇમરાન ખાન પણ હિસ્સો લેવાના હતાં પરંતુ કોરોના સંક્રમિત થયા બાદ તે હાલ કવારંટાઇન છે.આ પરેડ પહેલા ૨૩ માર્ચે થનાર હતાં પરંતુ ખરાબ હવામાનને કારણે આયોજીત કરી શકાઇ ન હતી