ભારતની સાથે સીમા વિવાદનું કારણ ચીનનું આક્રમક વલણ: અમેરિકા
વોશિંગ્ટન, ભારત અને ચીનના પૂર્વ લદ્દાખની સીમા પર મેથી જ તનાવ જારી છે. અમેરિકા સતત આ તનાવની જવાબદારી ચીન પર નાખી રહ્યું છે હવે એકવાર ફરી અમેરિકાએ આ તનાવની પાછળનું કારણ ચીનને ગણાવ્યું છે. અમેરિકી વિદેશ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે હિમાચલમાં તનાવનું કારણ ચીનનું આ ક્ષેત્રમાં આક્રમકવલણ છે.
અમેરિકી વિદેશ મંત્રાલયના અધિકારીએ કહ્યું કે જાે તમે હિમાલયમાં ભારત અને ચીનની વચ્ચે જારી તનાવને જાેવો તો તમને માહિતી મળશે કે અતીતમાં આ વિવાદોને ઉકેલવા માટે કહ્યાં વિનાના અને અલિખિત નિયમોનો પ્રયાસ કરવામાં આવતો રહ્યો છે.
અધિકારીએ કહ્યું કે હવે તમે તાજેતરના ધટનાક્રમને જાેશો તો માહિતી મળશે કે આ વિસ્તારમાં વાસ્તવમાં લોકો એક બીજાને પિટાઇ કરી મારી રહ્યાં છે.જાે તમે એક વસ્તુને જોશે જેના કારણે આ બધુ થઇ રહ્યું છે તો તમે જાણશો કે તેની પાછળનું કારણ ચીની સરકાર દ્વારા સંપૂર્ણ પરિધિમાં અચાનક આક્રમક વલણ બતાવવાનું છે.
એ યાદ રહે કે ભારત અને ચીનની વચ્ચે તાજેતરમાં સીમા વિવાદ ઘેરાયો છે બંન્ને દેશોના સૈનિકો વચ્ચે સીમા પર હિંસક અથડામણની ઘટનાઓ પણ સામે આવી છે બંન્ને દેશોની વચ્ચે સીમા પર તનાવ ૧૫ જુનની રાતે થઇ ઘટના બાદ પોતાના ચરમ પહોંચી ગયા છે.
૧૫ જુનની રાતે પૂર્વી લદ્દાખની ગલવાં ઘાટીમાં ભારત અને ચીનના સૈનિકોની વચ્ચે હિંસક અથડામણ થઇ ગઇ આ અથડામણમાં ભારતીય સેનાના ૨૦ જવાન શહીદ થયા જયારે ચીને આ અથડામણમાં હતાહત થયેલ પોતોના સૈનિકોની સંખ્યાને જાહેર કરી નથી જાે કે અમેરિકાની ગુપ્ત એજન્સીના રિપોર્ટ અનુસાર આ અથડામણમાં ચીનના અંદાજે ૪૩ જવાનો હતાહત થયા છે.
બંન્ને દેશો વચ્ચે સીમા પર થયેલી આ ઘટનાઓ બાદ તનાવ ઓછા કરવા માટે અનેક દૌરની વાર્તાઓ થઇ જાે કે ચીન સતત આક્રમણ વલણ અને સીમા પર પીછેહટ નહીં કરવાના અડિયલ વલણને કારણે હજુ સુધી સીમા વિવાદનો ઉકેલ મળી રહ્યો નથી.HS