ભારતની સુપ્રીમ કોર્ટના ભાવિ ન્યાયમૂર્તિશ્રીઓ ભારતના સર્વોચ્ચ અદાલતની ગરિમાના અને ન્યાયધર્મના રખેવાળ બનશે!
‘શાંતિ એ ન્યાય એ એક જ સિક્કાની બે બાજુઓ છે’- આઈઝન હોવર
તસવીર ભારતની સુપ્રીમ કોર્ટની છે બંધારણની કલમ ૧૨૪ દ્વારા દેશની સર્વોચ્ચ અદાલત ની રચના કરવામાં આવી છે ૧૯૮૬ના કાયદાથી સુપ્રીમ કોર્ટ ના મુખ્ય ન્યાયાધીશ ઉપરાંત ન્યાયાધીશોની સંખ્યા ૨૫ કરાઈ છે ભારતની સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ શ્રી એન.વી.રમના ના વડપણ હેઠળની કોલેજિયમે ૯ ન્યાયાધિશોની પસંદગી કરીને રાષ્ટ્રપતિની મંજૂરીની અપેક્ષાએ ભલામણ કરી છે
સુપ્રિમકોર્ટ ના ન્યાયાધીશ તરીકે ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથ, ગુજરાત હાઇકોર્ટના મહિલા જસ્ટિસ બેલાબેન .ત્રિવેદી, તેલંગાણા હાઇકોર્ટના ચીફ જસ્ટિસ હિમા કોહલી, કર્ણાટક હાઈકોર્ટના જસ્ટિસ બી.વી.નાગરત્ના, સિક્કિમ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ જે. કે. મહેશ્વરી, કર્ણાટક હાઈકોર્ટના ચીફ જસ્ટીસ શ્રી એ.એસ ઓકા, કેરળ હાઇકોર્ટના જસ્ટીસ શ્રી સી.ટી. રવિકુમાર, મદ્રાસ હાઇકોર્ટના જસ્ટીસ શ્રી એમ.એમ સુંદરેશ,
તેમજ વરિષ્ઠ ધારાશાસ્ત્રી પી.એસ નરસિંમ્હા નિયુક્તિ થશે તેવી સંભાવના છે સુપ્રીમ કોર્ટમાં ભવિષ્યમાં નિયુક્ત થનારા ન્યાયમૂર્તિ શ્રીઓમાં ડાબી બાજુની તસ્વીર ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથ ની છે બીજી તસવીર ગુજરાત હાઇકોર્ટના મહિલા જસ્ટિસ બેલાબેન .ત્રિવેદી, તેલંગાણા હાઇકોર્ટના ચીફ જસ્ટિસ હિમા કોહલી,
કર્ણાટક હાઈકોર્ટના જસ્ટિસ બી.વી.નાગરત્ના, સિક્કિમ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ જે. કે. મહેશ્વરી, કર્ણાટક હાઈકોર્ટના ચીફ જસ્ટીસ શ્રી એ.એસ ઓકા, કેરળ હાઇકોર્ટના જસ્ટીસ શ્રી સી.ટી. રવિકુમાર, મદ્રાસ હાઇકોર્ટના જસ્ટીસ શ્રી એમ.એમ સુંદરેશ,
તેમજ વરિષ્ઠ ધારાશાસ્ત્રી પી.એસ. નરસિંમ્હાની છે ઉપરોકત તમામ ન્યાયમૂર્તિ શ્રીઓ ની નિયુક્તિ ને મંજૂરી માળતા સુપ્રિમકોર્ટના ન્યાયમૂર્તિશ્રી ઓ ની સંખ્યા માં વધારો થશે અને મહિલા ન્યાયધીશો ની સંખ્યા વધશે. (તસવીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા મુસ્કાન દ્વારા)
ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીસ શ્રી વિક્રમનાથ, ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ બેલાબેન ત્રિવેદી, તેલંગણા હાઇકોર્ટના જસ્ટિસ હીમા કોહલી, કર્ણાટક હાઇકોર્ટના જસ્ટીસ શ્રી બી.વી.નગરત્ના, સિક્કિમ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ જે.કે. મહેશ્વરી, કર્ણાટક હાઈકોર્ટના ચીફ જસ્ટીસ શ્રી એ.એસ ઓકા, કેરળ હાઇકોર્ટના જસ્ટીસ શ્રી સીટી રવિકુમાર, મદ્રાસ હાઇકોર્ટના જસ્ટીસ શ્રી એમ.એમ. સુંદરેશ, તથા સિનિયર એડવોકેટ પી.એસ.નરસીમ્હા સુપ્રીમકોર્ટના ન્યાયાધીશ તરીકે નિયુક્ત થશે!
અમેરિકાના પ્રમુખ જયોર્જ વોશિંગ્ટને કહ્યું છે કે ‘‘ન્યાય નું વહાણ એ સરકારનો સૌથી મજબૂત આધાર સ્તંભ છે’’!! અમેરિકાના ૩૪માં પ્રમુખ ડુઈડ આઇઝન હોવરે કહ્યું છે કે ‘‘શાંતિ અને ન્યાય એ એક જ સિક્કાની બે બાજુઓ છે!! કોઈ પણ લોકશાહી દેશમાં ન્યાયતંત્રની ભૂમિકા અને ક્ષમતાથી દેશની ગરિમા ઉજાગર થાય છે! ભારતમાં પણ ન્યાયતંત્રે જ લોકશાહી અને બંધારણીય મૂલ્યો ની રક્ષા કરી છે છતાં દેશની સરકારો ન્યાયતંત્રમાં ન્યાયાધીશોની નિયુક્તિ માટે ઉદાસીન રહી છે! અને દેશની સુપ્રીમ કોર્ટમાં જ નહીં દેશની હાઇકોર્ટમાં સમયસર ન્યાયાધીશોની નિયુક્તિ નથી થતી પરિણામે કેસોના ઝડપી નિકાલ થતો નથી અને કેસોતો અદાલતમાં આવતા જ રહે છે ત્યારે ‘આઝાદી’ માટે વ્યાખ્યાનો કરતા દેશના નેતાઓ ન્યાયતંત્રને સક્ષમ બનાવે એ જરૂરી છે.