ભારતની સૈન્ય શક્તિ મજબુત નહીં હોવા પર દુશ્મન લાભ ઉઠાવી શકે છે: રાવત
નવીદિલ્હી, સીડીએસ જનરલ બિપિન રાવતે આજે કહ્યું કે ભારતીય સૈન્ય બળ જટિલ અને અનિશ્ચિત વાતાવરણમાં કામ કરી રહ્યું છે અને તેને ક્ષેત્રમાં શાંતિ માટે ક્ષમતા વધારવી પડશે કારણ કે સૈન્ય શક્તિ મજબુત હશે નહીં તો ભારતના વિરોધી તેનો લાભ ઉઠાવી શકે છે.તેમણે કહ્યું કે ભારત જરૂરત પડવા પર આજુબાજુના પડોસી દેશોની સાથે પોતાની સૈન્ય ક્ષમતાને સંયુકત કરવા ઇચ્છે છે.
સીડીએસ રાવત રક્ષા અને સૈન્ય મુદ્દા પર આધારિત એક પોર્ટલ ભારતશક્તિ ડોટ ઇઅનના પાંચમા વાર્ષિક સંમેલનની શરૂઆતી સત્રને સંબોધિત કરી રહ્યું હતું જનરલ રાવતે કહ્યું કે આજે અમે ખુબ જટિલ અનિશ્ચિત અને અસ્થિર વાતાવરણમાં કામ કરી રહ્યાં છીએ વિશ્વના લગભગ દરેક ક્ષેત્રમાં નાની મોટી જંગ છેડાઇ છે આથી જાે આપણે ખુદની રક્ષા કરવી છે પોતાના દેશની પોતાના દેશની અખંડતા અને પોતાના લોકોની રક્ષા કરવી છે તો આપણને મજબુત સૈન્ય દળની જરૂરત છે.
જનરલ રાવતનું આ નિવેદન મહત્વપૂર્ણ છે કારણે કે પુર્વ લદ્દાખમાં ભારત અને ચીનની વચ્ચે છેલ્લા છ મહીનાથી ગતિરોધ ચાલી રહ્યો છે બંન્ને પક્ષો વચ્ચે ગતિરોધ ઉકેલવા માટે શ્રેણીબધ્ધ રાજનીતિક અને સૈન્ય વાર્તા પણ થઇ છે. જાે કે કોઇ યોગ્ય પરિણામ આવ્યા નથી.
જનરલ રાવતે કહ્યું કે આપણે વિદેશી ભાગીદારીને આમંત્રિત કરવાથી ખચકાતા નથી જાે કે આપણે ઉદ્યૅોગોની સહાયતા કરી શકીએ છીએ અને તેને આગળ વધારવામાં મદદ મળે છે આપણે દુનિયાના બીજા સૈન્ય બળો ખાસ કરીને પડોસીઓએની સાથે પણ આપણી ક્ષમતા સંયુકત કરવા ઇચ્છીએ છીએ અલગ અલગ દેશઓના રક્ષા અધિકારીઓની હાજરીમાં જનરલ રાવતે કહ્યું કે અમે તે બધાની મદદ કરવી ઇચ્છીએ છીએ જેમને અમારા સહયોગની જરૂર છે ખાસ કરીને તે દેશોને જે કઠીન સમયમાં પસાર થઇ રહ્યાં છે અને સારા હથિયાર ઇચ્છે છે. વાયુસેના પ્રમુખ આર કે એસ ભદોરિયાએ કહ્યું કે ભારતના વિરોધીઓથી ખતરો ઘેરો અને દીર્ધકાલિક છે.HS