ભારતની સૌપ્રથમ ફેક્ટરી કસ્ટમ જાવા પૈરાક દેશના રસ્તાઓ પર પહોંચશે
સમગ્ર ભારતમાં ડીલરશિપ્સ પર 20મી જુલાઈ 2020થી મોટરસાઈકલની ડિલિવરી શરૂ
- 334 સીસી ક્રોસ પોર્ટ એન્જિન 30.64 પીએસ પાવર અને 32.74 એનએમ જેટલો ઊંચો ટોર્ક પેદા કરે છે.
- ચિંતારહિત ખરીદીના અનુભવ માટે કંપનીએ બધી જ ડીલરશિપ્સ પર આકર્ષક ધિરાણ યોજનાઓ રજૂ કરી છે અને સલામતી માટેના માપદંડો અમલી કર્યા છે
જાવા પૈરાક વર્ષ 2020ની સૌથી આતુરતાપૂર્વક રાહ જોવાતી મોટરસાઈકલમાંની એક છે અને હવે આ બાઈકની ખરીદી માટે રાહ જોવાનો સમય પૂરો થયો છે અને પૈરાકને રોડ પર દોડતી જોવા માટે થોડીક રાહ જોવાની રહેશે. ક્લાસિક લેજેન્ડ્સ પ્રા. લિ.એ આજે સમગ્ર દેશમાં 20મી જુલાઈથી પૈરાકની ડિલિવરી શરૂ કરવાની જાહેરાત કરી છે.
જાવા પૈરાક રજૂ કરતાં ક્લાસિક લેજેન્ડ્સના સહસ્થાપક અનુપમ થરેજાએ જણાવ્યું હતું કે, ‘અમે પૈરાક બનાવવાનું નક્કી કર્યું ત્યારે અમારું લક્ષ્ય સરળ હતું – વિશિષ્ટતા, લાક્ષણિક્તા અને પરફોર્મન્સના યોગ્ય મિશ્રણ તેમજ સિનિસ્ટર અને ડાર્કના સંકેત સાથે એક મોટરસાઈકલ બનાવવી. પૈરાક અંગે ભારતની સૌપ્રથમ ફેક્ટરી કસ્ટમનો વિચાર બસ આટલો જ હતો અને આજે તે પ્રવાસની મોજ માણતા લોકોમાં લોકપ્રિય છે. અમને અમારા સર્જન પર ગર્વ છે અને આજે અમે તે અમારા ગ્રાહકો સમક્ષ રજૂ કરીએ છીએ. અમે તેમને તેમની ‘ડાર્ક’ સાઈડ ઉજાગર કરવા માટે આવકારીએ છીએ અને આશા છે કે પૈરાકના રાઈડર્સ માટે હવે રાત પહેલાં જેવી નહીં હોય.’
પૈરાક એક એવી મોટરસાઈકલ છે, જે ભૂતકાળ તાજો કરતી હોવા છતાં તેના વર્તમાન સમય કરતાં ઘણી આગળ છે. ‘સ્ટીલ્થ, વિજિલન્ટ અને ડાર્ક’ની ભાવનાને સાર્થક ઠેરવતાં એક્ટરી કસ્ટમ તરીકે આ બાઈક ડિઝાઈન કરવામાં આવી છે અને વિકસાવવામાં આવી છે. વધુમાં બીએસ-6 સુસંગત આ બાઈક ‘બોબ્ડ’ ફેન્ડર્સ, ટૂંકા એક્ઝોસ્ટ અને ફ્લોટિંગ સીટ સાથે ખરા અર્થમાં બોબરની ભાવનાને સાર્થક ઠેરવે છે.
ભારતની સૌપ્રથમ ફેક્ટરી કસ્ટમ બાઈક 334 સીસી લિક્વિડ કૂલ્ડ, સિંગલ સિલિન્ડર, ફોર સ્ટ્રોક, ડીઓએચસી એન્જિનથી ચાલે છે અને 30.64 પીએસ પાવર તથા 32.74 એનએમ ટોર્ક પેદા કરે છે. બે ટૂંકા જાવા એક્ઝોસ્ટ તેને વિશ્વસનીય બોબર સ્ટાન્સ આપે છે.
પૈરાકની ઉત્પાદક ટીમે લૉકડાઉનના સમયનો સદુપયોગ કર્યો અને તેઓ ટોર્ક તેના અગાઉના 31 એનએમથી અંદાજે 2 એનએમ જેટલો વધારવામાં સફળ રહ્યા. ઊંચા ટોર્કથી સ્વાભાવિક જ સ્ટેન્ડસ્ટિલ અથવા રોલિંગ સ્થિતિમાં પુલિંગ પરફોર્મન્સમાં સુધારો થયો છે. નવી ક્રોસ પોર્ટ ટેક્નોલોજી સાથે એન્જિનના ફાઈન ટ્યુનિંગ દ્વારા ટોર્ક વધારી શકાયા છે. આ બાબત બીએસ-6 નિયમોને સાથે પ્રદૂષણમાં ઘટાડો કરવાની સાથે રોમાંચક પરફોર્મન્સની ખાતરી આપે છે. 6 સ્પીડ ટ્રાન્સમિશન ડ્રાઈવરને રસ્તા પર બાઈક ચલાવવાનો શ્રેષ્ઠ અનુભવ પૂરો પાડે છે.
એકદમ નવી સ્વિંગઆર્મ સાથે ચેસીસ પર સંપૂર્ણપણે નસેરથી કામ કરવામાં આવ્યું છે અને ત્રાંસી, લાંબી અને ટોરિસનલ રિજિડિટી તેને વધુ આકર્ષક બનાવે છે. બાઈકને આકર્ષક બનાવવાની સાથે ફ્રેમ અને સ્વિંગઆર્મની મજબૂતીને ધ્યાનમાં રાખવામાં આવી છે, જે પહોળા રસ્તાઓ પર બાઈકની સ્થિરતા અને પોઝમાં સહાયરૂપ બને છે. આ બાબતે હેન્ડલિંગમાં સુધારામાં નોંધપાત્ર ભૂમિકા ભજવે છે.
બાઈકર્સનો ઉત્સાહ વધારવામાં મદદરૂપ થવા માટે જાવા પૈરાક હવે સરળ નાણાકીય વિકલ્પો સાથે પણ ઉપલબ્ધ છે. બધી જ જાવા ડીલરશિપ પર પ્રત્યેક નાણાકીય વિકલ્પ કંઈક વિશેષતા પૂરી પાડે છે. જેમાંથી કેટલીક નીચે મુજબ છે. :
- પ્રથમ 3 માસિક હપ્તા પર 50 ટકાની છૂટ
- માસિક રૂ. 6,666ના વિશેષ ઈએમઆઈનો પ્લાન
- 2 વર્ષ માટે રૂ. 8,000 અને 3 વર્ષ માટે રૂ. 6,000 જેટલા નીચા ઈએમઆઈ પ્લાન
- 100% ફન્ડિંગ | શૂન્ય ડાઉન પેમેન્ટ | આવકના પુરાવાની કોઈ જરૂર નથી. (શરતો લાગુ)
જાવા પૈરાકનું સત્તાવાર લોન્ચિંગ 15મી નવેમ્બર 2019ના રોજ થઈ ગયું હતું અને આ ફેક્ટરી કસ્ટમ બોબર મોટરસાઈકલનું બૂકિંગ પણ 1લી જાન્યુઆરીથી શરૂ થયું હતું. મોટરસાઈકલની કિંમત દિલ્હીમાં રૂ. 1,94,500/- (એક્સ શોરૂમ) છે. મોટરસાઈકલ ડિસ્પ્લે, ટેસ્ટ રાઈડ અને બૂકિંગ માટે સમગ્ર ભારતમાં જાવાની બધી જ ડીલરશિપ પર ઉપલબ્ધ છે.
ક્લાસિક લેજેન્ડ્સે ગ્રાહકો, કર્મચારીઓ અને મુલાકાતીઓની સલામતીને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો દ્વારા નિર્દેશિત નીતિઓ અને પગલાંને વળગી રહેતાં તેના વેચાણ આઉટલેટ્સ અને ડીલરશિપમાં વ્યાપક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રક્રિયા અમલી બનાવી છે. શોરૂમ્સ તાલિમબદ્ધ ટીમ સાથે કાર્યરત છે અને સોશિયલ ડિસ્ટન્સિંગ, સ્વચ્છતા અને સેનિટાઈઝેશનના પ્રોટોકોલ્સનું ચુસ્તતાપૂર્વક પાલન કરવામાં આવે છે.