ભારતની હાર બાદ સંબંધો સુધારવા અંગે વાતચીત કરવાનો યોગ્ય સમય નથી: ઇમરાન
ઇસ્લામાબાદ, પાકિસ્તાની પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતની હારની મજાક ઉડાવતા શરમજનક નિવેદન આપ્યું છે. ઈમરાન ખાને જણાવ્યું કે મને ખબર છે કે પાકિસ્તાન સાથે ક્રિકેટ મેચમાં કારમા પરાજય મળ્યા બાદ ભારતની સાથે સંબંધ સુધારવા અંગે વાતચીત કરવાનો આ યોગ્ય સમય નથી. પરંતુ હું કલ્પના કરુ છું કે અમે કોઈ રીતે ફક્ત એક મુદ્દાનો ઉકેલ લાવી શકીએ તો તે મુદ્દો કાશ્મીર હશે.
ઉલ્લેખનીય છે કે ઈમરાન ખાન ખુદ એક ક્રિકેટના ખેલાડી રહી ચૂક્યા છે તેમ છતાં પણ તેમનું નિવેદન ખેલની ભાવનાથી વિપરીત છે.
ઇમરાન ખાને કહ્યું કે, “ચીન સાથે અમારા સારા સંબંધો છે અને આપણે ભારત સાથે નાતો સુધારવાની પણ જરૂર છે.
જાેકે, હું જાણું છું કે રવિવારે રાત્રે પાકિસ્તાની ક્રિકેટ ટીમની મોટી જીત બાદ ભારત સાથે સંબંધો સુધારવાની વાત કરવાનો આ યોગ્ય સમય નથી. પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાને કહ્યું કે બંને દેશો વચ્ચે એક જ મુદ્દો છે અને તે છે કાશ્મીર. તેમણે કહ્યું કે બંને દેશોએ સભ્ય પડોશીની જેમ આ મુદ્દાનો ઉકેલ લાવવો જાેઈએ.
ઇમરાન ખાન સાઉદી અરેબિયાની ત્રણ દિવસની મુલાકાતે છે. તેમણે પાકિસ્તાન-સાઉદી ઇન્વેસ્ટમેન્ટ ફોરમમાં રોકાયેલા ટોચના સાઉદી ઉદ્યોગપતિઓ સાથે કાશ્મીર મુદ્દો ઉઠાવ્યો હતો.HS