ભારતનું અર્થતંત્ર ફરીથી પાટા પર ચઢી રહ્યું છે વડાપ્રધાન
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે, લૉકડાઉન જેવી રણનીતિથી ભારતે લાખો લોકોના જીવ બચાવ્યા છે. તેઓએ કહ્યું કે હજુ પણ વર્ષ ૨૦૨૪ સુધી ૫ ટ્રિલિયન ડૉલરની ઇકોનોમીનું લક્ષ્ય પ્રાપ્ત કરવા પ્રતિબદ્ધ છે. વડાપ્રધાને કહ્યું કે ટીકાકારો સરકારની છબિ ખરાબ કરવા માંગે છે. પીએમ મોદીએ કહ્યું કે, દેશની અર્થવ્યવસ્થા આશાથી પણ વધુ ઝડપથી પાટા પર પરત ફરી રહી છે. જોકે સુધારવાદી પગલા દુનિયાને સંકેત છે કે નવું ભારત બજારની તાકાતો પર ભરોસો કરે છે.
પહેલો વિસ્તૃત ઇન્ટરવ્યૂ છે. વડાપ્રધાને મહામારી સામે સરકારે લડેલા જંગ અને દેશની ઇકોનોમી પર ખૂબ જ ભાર મૂક્યો.
તે રોકાણનું સૌથી મનપસંદ ડેસ્ટીનેશન બનશે. વડાપ્રધાને આ ઇન્ટરવ્યૂમાં ઇકોનીમી, કોવિડ-૧૯, રોકાણ, સુધાર જેવા અનેક મુદ્દાઓ પર વાત કરી. કોવિડ મહામારી બાદ ઝડપથી બદલાતી દુનિયામાં નવા ભારતની શું ભૂમિકા હશે તે અંગે પણ તેમણે વાત કરી. કોરોના વાયરસનું સંક્રમણ ફેલાયા બાદ પીએમ મોદીનો આ પહેલો વિસ્તૃત ઇન્ટરવ્યૂ છે. વડાપ્રધાને મહામારી સામે સરકારે લડેલા જંગ અને દેશની ઇકોનોમી પર ખૂબ જ ભાર મૂક્યો.
ચીનનું નામ લીધા વગર તેઓએ કહ્યું કે મહામારી બાદ દુનિયામાં ભારત મેન્યૂફેક્ચરિંગ અને સપ્લાય ચેઇનની વ્યવસ્થામાં અગ્રણી દેશોમાં સામેલ થશે. ભારત બીજા દેશોની નુકસાનથી ફાયદો ઉઠાવવામાં વિશ્વાસ નથી રાખતો, પરંતુ ભારત પોતાના લોકતંત્ર, જનસંખ્યા અને ઊભી થયેલી ડિમાન્ડથી આ મુકામ હાસલ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, કોરોનાના મામલામાં ભલે ઘટાડો આવ્યો હતો પરંતુ આપણે તેનાથી ઉજવણી કરવાની જરૂર નથી કારણ કે આપણે નક્કી કરવું પડશે કે આપણે આપણા સંકલ્પ, આપણા વ્યવહારમાં ફેરફાર લાવીશું અને સિસ્ટમને મજબૂત કરીશું.
કૃષિ કાયદા પર પીએમ મોદીએ કહ્યું કે વિશેષજ્ઞ લાંબા સમયથી આ સુધારોની વકાલત કરી રહ્યા છે. ત્યાં સુધી કે રાજકીય પાર્ટીઓ પણ આ સુધારોના નામ પર વોટ માંગતા રહ્યા છે. તમામની ઈચ્છા હતી કે આ સુધાર થાય. મુદ્દો એ છે કે વિપક્ષી પાર્ટી એવું નથી ઈચ્છતી કે અમને તેનો શ્રેય મળે. અમે ક્રેડિટ પણ નથી ઈચ્છતા. રોજગાર મુદ્દે પીએમ મોદીએ કહ્યું કે, ઈપીએફઓના નવા શુદ્ધ ગ્રાહકોના મામલામાં ઓગસ્ટ ૨૦૨૦ના મહિનાને જુલાઈ ૨૦૨૦ની તુલનામાં એક લાખથી વધુ નવા ગ્રાહકોની સાથે ૨૪ ટકાની છલાંગ મારી છે.
તેનાથી જાણી શકાય છે કે નોકરીઓનું બજાર ખુલી રહ્યું છે. આ ઉપરાંત વિદેશી મુદ્રા ભંડારે રેકોર્ડ ઊંચાઈને સ્પર્શ કરી છે. રેલવે માલ ટ્રાન્સપોર્ટેશન જેવા આર્થિક સુધારના મુખ્ય સંકેતકોમાં ૧૫ ટકાથી વધુની વૃદ્ધિ થઈ અને ગયા વર્ષે આ મહિને સપ્ટેમ્બરમાં વીજળીની માંગ ૪ ટકા વધી. તેનાથી જાણી શકાય છે કે રિકવરી ઝડપથી થઈ રહી છે. સાથોસાથ આર્ત્મનિભર ભારતની ઘોષણાઓ અર્થવ્યવસ્થા માટે એક મોટી પ્રેરણા છે. ખાસ કરીને નાના વ્યવસાયો અને અનૌપચારિક ક્ષેત્ર માટે. મને લાગે છે કે રોકાણ અને માળખાકિય સુવિધાઓના મોટા વિસ્તાર અને વિકાસ માટે પ્રેરક શક્તિ બની જશે.