ભારતમાં સોનાની ખાણનું ઉત્પાદન 2020 સુધીમાં 1.6 ટન થયું, જે વર્ષે 20 ટન સુધી વધી શકે છે
ભારતીય સોના બજારના ઊંડાણપૂર્વકના અહેવાલની એક સિરિઝના ભાગરૂપે વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ આજે રજૂ કરે છે, એક અહેવાલ જેનું નામ છે, ‘ગોલ્ડ માઇનિંગ ઇન ઇન્ડિયા’. અહેવાલમાં એ વાત પર ભાર મુકવામાં આવ્યો છે કે, કઈ રીતે ભારતની પાસે સોનાના ખાણનો ભવ્ય વારસો છે,
પણ વારસાગત પ્રક્રિયાઓ અને ઓછા રોકાણને કારણે ઉદ્યોગનો વિકાસ અવરોધાયો છે. ભારતએ વિશ્વનું સૌથી મોટું સોનાનું ગ્રાહક હોવા છતા પણ માઇનિંગમાં બહું નાના પાયે કામ કરે છે અને કોઈના પણ માટે તેમાં પ્રવેશ સરળ નથી. 2020માં સોનાની ખાણનું ઉત્પાદન ફક્ત 1.6 ટન જેટલું જ હતું. અન્ય રાષ્ટ્રોના ઉત્પાદન અને સંશાધનોની તુલનામાં જોઈએ તો ભારતની પાસેના હાલના સંસાધનો એટલા છે કે, તે લાંબાગાળે સોનાનું ઉત્પાદન પ્રતિવર્ષ લગભગ 20 ટન સુધી પહોંચાડી શકાય એટલો સહયોગ કરી શકશે.
સોમાસુંદરમ્ પીઆર, રિજ્યોનલ સીઇઓ, ઇન્ડિયા, વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ કહે છે, “ભારતએ વિશ્વનો સૌથી વધુ સોનાનો ઉપયોગ કરતો દેશ છે, જેના લીધે પણ તેને માઇનિંગની ક્ષમતા વિકસાવવી જોઈએ. બદલાવ લાવવો જરૂરી હોય છે, વારસાના અવરોધોને નોંધપાત્ર રીતે ઘટાડીને રોકાણને પ્રોત્સાહન આપવું જરૂરી છે.
ખાણ અને ખનીજો (વિકાસ અને નિયમન) કાયદામાં બદલાવની સાથે તાજેતરના વર્ષોમાં ઘણા આશાસ્પદ સંકેતો આવ્યા છે અને રાષ્ટ્રિય મિનરલ પોલિસી અને રાષ્ટ્રિય મિનરલ્સ એક્સપ્લોરેશન પોલિસી રજૂ થઈ છે, તેનાથી ભારતનો જો આ ટ્રેન્ડ આગળ વધશે તો, ખાણનું ઉત્પાદન આગામી વર્ષોમાં અપેક્ષિત રીતે વધવાની સંભાવના છે.
એવું કહેવાય છે કે, લાંબાગાળા માટે આ બાબતને સાકાર થતી જોઈ શકીએ છીએ પણ હાલમાં તો નજીકના ભવિષ્ય માટે ક્ષમતા ધરાવતા રોકાણકારોએ રાહ જોવી રહી, કેમકે નવી નીતિનો અમલ કેટલી સફળતાથી થશે અને કેટલી અસરકારક રહેશે તે જોવું રહ્યું.”
તે ઉમેરે છે, “સોનાના ખાણમાં એટલી ક્ષમતા છે કે, તે ભારતના સામાજિક- આર્થિક વિકાસ માટે નોંધપાત્ર સ્થિરતા પૂરી પાડી શકે છે, સોનાની શોધ અને ખાણકામમાં રોકાણ જ નહીં પરંતુ કુશળ કર્મચારીઓને તાલિમ પણ વારસા દ્વારા આપી શકાય છે. વધુમાં માઇનિંગએ પ્રાંતમાં માળખાકિય રોકાણ લાવશે
તથા સર્વિસ ઉદ્યોગને પણ સાંકળી અને સહયોગથી આગળ વધારશે, ઉપરાંત ઘણા લોકોએ ખાણના કામને લીધે બહાર પણ રહેવું પડશે. જ્યારે રોકાણકારો ભારતના સોનાની ખાણની મિલ્કતોનું વધુ કાર્યક્ષમતાથી સંચાલન કરે છે, તેનો વાસ્તવિક પૂરાવો જોઈ શકે છે અને ત્યારે જ આપણે ઇન્વર્ડ રોકાણની અપેક્ષા રાખી શકીએ છીએ. અને આ બાબતે તો દેશના સોનાની ખાણનું ભવિષ્ય ઘણું ઉજળું દેખાઈ રહ્યું છે.”
ત્રણ બાબતો, જે સોનાની ખાણના વિકાસ માટે સમસ્યારૂપ છે:
1. નિયમનના પડકારો- માઇનિંગ લાયસન્સ મેળવવાની પ્રક્રિયા ખૂબ જ લાંબી છે, જેમાં ઘણી એજન્સીઓ સામેલ છે અને એક લાયસન્સ મેળવવા માટે 10-15 મંજૂરીઓ જરૂરી છે. ઘણી વખત અરજીઓ પણ નોંધપાત્ર વિલંબને પાત્ર હોય છે, તેના લીધે પ્રક્રિયા લાંબી અને મોંઘી બની જાય છે,
જેની અસર પ્રોજેક્ટના વિકાસ પર પડે છે. આ બધુ રોકાણ અટકાવે છે, ખાસ તો, મલ્ટીનેશનલ કંપનીઓના રોકાણને, કેમકે તેઓ એવા દેશમાં રોકાણ કરે છે, જેમની ભૌગોલિક સમૃદ્ધિ તો આપણા જેવી જ છે, પણ વારસાનું દબાણ ઓછું છે, એવા દેશમાં તેમના સંશાધનોમાં રોકાણ કરે છે.
2. કરવેરા નીતિ- છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત સરકારે કોર્પોરેટ નફા પરના કરવેરામાં ઘટાડો કર્યો છે, જો કે, માઇનિંગ સાધનો પરની આયાતવેરો અને અન્ય પ્રત્યક્ષ અને પરોક્ષ કરવેરા અન્ય દેશોની તુલનામાં ઘણા ઉંચા છે. સ્થાનિક ઉત્પાદનના વિકલ્પની ગેરહાજરીમાં પ્રોજેક્ટ ડેવલોપર્સની પાસે આયાત કરેલા ખાસ માઇનિંગ સાધનો પર મદાર રાખવા સિવાય કોઈ વિકલ્પ નથી, તેમાંથી મોટાભાગના નાના ઉત્પાદકો પાસેથી આવે છે. ઉચ્ચ આયાત વેરાથી મૂડની કિંમત વધે છે અને વિકાસ અટકે છે.
3. માળખું- ઘણી ખરી સોનાની ખાણો રાજ્યમાં દૂરના સ્થળોએ છે, જેમાં માળખાકિય વિકાસ બહું નબળો છે. ખાસ તો, અપૂરતા રોડ અને રેલના જોડાણને લીધે મટિરિયલને એક સ્થળેથી બીજા સ્થળે મોકલવું મુશ્કેલ અને મોંઘુ બનાવે છે. તેને પરિણામે, છેલ્લા 15 વર્ષમાં સોનાની શોધમાં રોકાણ બહું જ મર્યાદિત થયું છે.
જો કે, તાજેતરના વર્ષોમાં ભારત સરકારે વિવિધ પોલિસીમાં બદલાવ લાવવાનો પ્રસ્તાવને અમલમાં મૂક્યા બાદ ભારતના સોનાની ખાણના ક્ષેત્રમાં વિકાસને મદદ મળી છે, તેમાં ઉપરોક્ત બતાવવામાં આવેલા સમસ્યારૂપ બાબતોને હાઈટલાઈટ કરવામાં આવી છેઃ
· માર્ચ 2015માં, સંસદે ખાણ અને ખનીજ (વિકાસ અને નિયમન) કાયદા 1957 (એમએમડીઆર)માં એક સુધારો મંજૂર કર્યો હતો, જેમાં હરિફાઈયુક્ત લિલામી પ્રક્રિયા દ્વારા ખાનગી કંપનીઓ કાણની લીઝ લઈ શકશે અને ખાણની લીઝનો સમયગાળો 30 વર્ષથી 50 વર્ષ સુધી વધારી શકશે.
· જૂન 2016માં સરકારે નેશનલ મિનરલ્સ એક્સપ્લોરેશન પોલિસી (એનએમઇપી)ને માન્યતા આપી છે, જેથી ખાણકામ સંશોધનને વધુ વેગ મળી શકે. આ પોલિસીએ એક પારદર્શક બિડિંગ પ્રક્રિયા દ્વારા ખાનગી કંપનીઓને પણ તેમાં પ્રવેશવાની મંજૂરી આપે છે, આ માટે ઇ-ઓક્શન હાથ ધરવામાં આવશે જેથી તેઓ ખનીજ ધરાવતા વિસ્તારોની શોધ પણ કરી શકશે.
· માર્ચ 2019માં સરકારે નવી રાષ્ટ્રિય મિનરલ પોલિસી (એનએમપી 2019)ના અમલની જાહેરાત કરી છે, જે અવરોધ ઘટાડવા તથા ક્ષેત્રમાં વિકાસને પ્રોત્સાહિત કરવાના પ્રયાસમાં છે. આ પોલિસીનો અમલ નોન-કોલ અને નોન-ફ્યુઅલ ખાણકામમાં અમલી છે અને તેનો હેતુ ભારતમાં ખાણના ઉત્પાદનનું મૂલ્ય 7 વર્ષના સમયગાળા કરતા 200 ટકા સુધી વધારો કરવાનું છે.
અહેવાલની હાઇલાઇટ:
· ખાણ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા ડેટા અનુસાર, ભારતની હાલની સોનાની રિઝર્વ કુલ 70.1 ટન (4.1 જી/ટી પર 17.2 એમટી) છે. સોનાની કુલ રિઝર્વમાંથી 88 ટકા તો, ફક્ત કર્ણાટકમાં જ છે. બીજી 12 ટકા આંધ્રપ્રદેશમાં છે અને એક નોંધપાત્ર હિસ્સો (0.1 ટનથી પણ ઓછું) ઝારખંડમાં મળે છે.
· 1947માં તેની પુનઃ શરૂઆતથી 2020 સુધીમાં હુટ્ટી ગોલ્ડ માઈન, જે કર્ણાટકના રાયચુર જિલ્લામાં સ્થિત છે, તેને 84 ટન જેટલા સોનાનું ઉત્પાદન કર્યું છે અને હાલમાં ભારતની તે નોંધપાત્ર ઉત્પાદક છે. હુટ્ટીમાં 2019માં હાયર ગ્રેડ ઓર પ્રોસેસ્ડને લીધ સોનાનું ઉત્પાદન વાર્ષિક 22 ટકા ઉછળીને 1.9 ટને પહોંચ્યું હતું. હાલના દરે આગામી 30 વર્ષ સુધી સોનાની રિઝર્વએ પ્રોડક્શનને નોંધપાત્ર સપોર્ટ આપશે.
· અન્ય દેશોમાં ઉત્પાદન અને સંશાધન સ્તરની તુલનામાં ભારતના હાલના સંશાધનો લાંબાગાળે પ્રતિવર્ષ 20 ટન સુધીના ઉત્પાદનને પહોંચાડવામાં સપોર્ટ કરે તેવી સંભાવના છે. આ સ્તરે પહોંચતા ભારત હાલની સોનાની કિંમતમાં રોયાલિટીની ચુકવણી દ્વારા તેની આવકમાં પ્રતિવર્ષ 50 મિલિયન ડોલરની આવક ઉભી કરી શકે છે.
ભારતમાં પ્રાથમિક સોનાના ઉત્પાદનમાંથી રોયાલિટી દર એલબીએમએ સોનાની કિંમત 4 ટકા જેટલી નિર્ધારીત છે. આના લીધે આગળ જતા ઉદ્યોગમાં વધુ 3000-4000 જેટલા લોકોને રોજગારી મળી શકવાનો અંદાજ છે.
સંપૂર્ણ અહેવાલ અહીં વાચો. તમે વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના ટ્વિટર એકાઉન્ટ @goldcouncil પર ફોલો કરી શકો છો અને ફેસબૂક પર લાઈક પણ કરી શકો છો.