ભારતનું સૌથી મોટું અત્યાધુનિક ફ્લિપકાર્ટ ફૂલફિલમેન્ટ સેન્ટર પશ્ચિમ બંગાલમાં ખુલશે
જે લાખો વેચાણકર્તા અને કલાકારો માટે નવી રોજગારીની તકો અને માર્કેટ એક્સેસ ઉભું કરશે- પ્રાંતમાં 11,000થી વધુ પ્રત્યક્ષ અને હજારો પરોક્ષ રોજગારીની તકો ઉભી કરશે
· 6 મેઝેનાઇન સ્તર સાથે 5 મિલિયન ઘન ફૂટમાં ફેલાયેલું સ્ટોરેજ હારિનઘાટા ફિલફૂલમેન્ટ સેન્ટરની પાસે કૂલ 2 મિલિયન ચોરસ ફૂટનું બિલ્ટઅપ એરિયા છે
કોલકત્તા: પૂર્વિય ભારતના કરોડો વેચાણકર્તા, કલાકારો અને યુવાઓને મોટેપાયે રોજગારીની અને આંત્રપ્રિન્યોરશીપની તકોને ઉભી કરવા તરફનું મોટું પગલું લેતા ફ્લિપકાર્ટ ભારતના હોમગ્રોન ઇ-કોમર્સ માર્કેટપ્લેસ આજે જાહેર કરે છે કે, તેઓ હારિનઘાટા, પશ્ચિમ બંગાલમાં ભારતનું સૌથી મોટું ફિલફૂલમેન્ટ સેન્ટર શરૂ કરશે.
આ ટેક સમર્થ સુવિધા દ્વારા તેમાં 11,000થી વધુ નોકરીની તકો ઉભી થશે અને તે રાજ્ય તથા ઉત્તર-પૂર્વિય પ્રાંતના લગભગ 20,000 વેચાણકર્તાઓને સહકાર આપશે, તેનું ઉદ્દઘાટન (વર્ચ્યુઅલી) બેંગાલ ગ્લોબલ બિઝનેસ સમિટ (બીજીબીએસ) 2022 દરમિયાન માનનિય ચીફ મિનિસ્ટર મમતા બેનર્જીની હાજરીમાં કરવામાં આવ્યું હતું.
તેમની સાથે મુખ્યમંત્રીના પ્રિન્સિપલ ચીફ એડવાઈઝર અમિત મિત્રા, ઔદ્યોગિક મંત્રી પાર્થ ચેટર્જી, ટ્રાન્સપોર્ટ અને હાઉસિંગ મંત્રી ફિરહાદ હકિમ અને ચીફ સેક્રેટરી એચ.કે. દ્વિવેદી હાજર રહ્યા હતા.
કોલકત્તાથી 50 કિ.મી. દૂર સ્થિત બિગ બોક્સ સુવિધામાં એક સંગઠિત પૂરવઠા ચેઇન મેનેજમેન્ટ એ 110 એકરમાં ફેલાયેલું છે. તે માળખાકિય પૂરવઠા ચેઇનની પ્રાપ્તિમાં સ્થાનિક અર્થતંત્રને વધુ મજબુત બનાવવામાં મદદ કરશે, જેનાથી પશ્ચિમ બંગાલ અને ઉત્તર પૂર્વિય પ્રાંતના હજારો વેચાણકર્તાઓને જોડશે, જેનાથી તેમને માર્કેટ એક્સેસ મળશે અને તેઓ વધતી જતી ગ્રાહકોની માંગને રજૂ કરશે.
5 મિલિયન ઘનફૂટમાં ફેલાયેલી આ સ્ટોરેજએ લગભગ 6 મેઝેનાઇન સ્તરમાં ફેલાયલું હારિતઘાટા ફૂલફિલમેન્ટ સેન્ટરએ કુલ 2 મિલિયન ચોરસ ફૂટમાં ફેલાયેલું છે. આ સુવિધાએ સ્ટેટ-ઓફ-ધ-આર્ટ ટેકનોલોજીસ જેવી કે, ઓટોમેટેડ સ્ટોરેજ અને રિટ્રાઈવલ, રોબોટિક પેકેજિંગ આર્મ, ક્રોસ બેલ્ટ શોર્ટર્સથી ડિઝાઈન કરવામાં આવ્યું છે
અને તેમાં 9 કિ.મી. લાંબો નેટવર્ક કન્વેયર બેલ્ટ છે, જે શીપમેન્ટ મૂવમેન્ટના ટર્નઅરાઉન્ડ ટાઈમમાં 35 ટકા-50 ટકા જેટલો ઘટાડો કરે છે. સિસ્ટમ આધારીત ટાસ્ક વિતરણ, સ્ટોરેજ, પ્રક્રિયા અને ફાળવણીમાં ઓટોમેશનને લીધે આ એફસીએ ગ્રાહકો અને વેચાણકર્તાઓની ઇકોસિસ્ટમની વેલ્યુ ક્રિએશન માટે તૈયાર કરવામાં આવ્યું છે.
ફ્લિપકાર્ટની પ્રતિબદ્ધતાના વારસામાં એક ટકાઉ પૂરવઠા ચેઇન બનાવવા હારિતઘાટા સુવિધાએ ભારતના સર્વપ્રથમ ઇ-કોમર્સ સુવિધાએ એક અલગ જ ગૌરવ પ્રાપ્ત કર્યું છે, જેમાં ઇન્ડિયન ગ્રીન બિલ્ડિંગ્સ કાઉન્સિલ (આઇજીબીસી) દ્વારા આઇજીબીસી ગ્રીન લોજીસ્ટિક્સ પાર્ક અને વેરહાઉસ રેટિંગ સિસ્ટમની નવી વેરહાઉસ શ્રેણી હેઠળ એક પ્લેટિનિયમ રેટિંગ સાથેનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે.
આ એક અલગ જ પ્રકારની સર્વપ્રથમ રેટિંગ સિસ્ટમ છે, જે ખાસ દેશમાં સ્થિત લોજિસ્ટિક્સ પાર્ક, વેરહાઉસ અને અન્ય સ્ટોરેજ સુવિધા માટે તૈયાર કરવામાં આવી છે. તેમાં કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો, ઉર્જામાં સુધારો અને પાણીની બચત, વરસાદી પાણીનો સંગ્રહ, રિસોર્સ મેનેજમેન્ટ, બાયોડિવર્સિટી પ્રોટેક્શન, લીડ સમયનું ઓપ્ટિમાઇઝ્ડ, સ્ટોરેજ સ્પેશ વપરાશને વધારે છે, રહેનારાઓ માટે સારું સ્વાસ્થ્ય અને કર્મચારીઓ માટે વધુ ઉત્પાદક્તા હોય તે બધી જ બાબતોને આવરી લે છે.
મમતા બેનર્જી, માનનિય ચીફ મિનિસ્ટર, પશ્ચિમ બંગાલ કહે છે, “પશ્ચિમ બંગાલ માટે આ એક ગર્વની વાત છે કે, અમારી પાસે દેશનું સૌથી મોટું ફૂલફિલમેન્ટ સેન્ટર છે, કેમકે હવે હારિનઘાટામાં ફ્લિપકાર્ટની સ્ટેટ-ઓફ-ધ-આર્ટ ભવિષ્યવેતા ફૂલફિલમેન્ટ સેન્ટરની સાથે ભારત પણ ઇ-કોમર્સ લોજિસ્ટિક્સ ઉદ્યોગમાં આગળ વધી રહ્યો છે.
હું ફ્લિપકાર્ટની આખી ટીમને અભિનંદન આપું છું કે, તેમને પ્રાંતના અને નાગકીરોના આર્થિક વિકાસમાં આ નોંધપાત્ર ફાળો આપ્યો છે અને દેશના ઉદ્યોગો માટે એક સ્થિર અને ટેકનોલેજીથી સમર્થ વેરહાઉસ માળખું વિકસાવીને ઉદ્યોગો માટે પણ સિમાચિન્હ સ્થાપ્યો છે. એક વિકાસશીલ રાજ્ય તરીકે પશ્ચિમ બંગાળએ કંપનીઓને નવા રોકાણ માટે અનુકુળ વાતાવરણ બનાવવામાં મોખરે છે અને તેના પર જીણવટપૂર્વક કામ કરી રહ્યા છીએ.”
કલ્યાણ ક્રિષ્નામૂર્તિ, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, ફ્લિપકાર્ટ જૂથ કહે છે, “ઇ-કોમર્સમાં એ શક્તિ છે, જે દરેક ભારતીયોને જોડે છે અને વેચાણકર્તા, ગ્રાહકો, કલાકારો, કિરાણા અને ખેડૂતોના ઇકોસિસ્ટમને એકજૂટ કરે છે. લાખો નાના અને મોટા બિઝનેસીસને જોડવા માટે એક મજબુત પૂરવઠા ચેઇનએ મુખ્ય પાયો છે અને એક હોમગ્રોન ઇ-કોમર્સ માર્કેટપ્લેસ તરીકે, અમે માળખાકિય, ટેકનોલોજી અને પ્રતિભામાં રોકાણ કરવા માટે પ્રતિબદ્ધ છીએ,
જે દેશના આર્થિક વિકાસની આ તકને ખોલીને આગળ વધારે છે. હારિનઘાટા ફૂલફિલમેન્ટ સેન્ટરની શરૂઆતએ માળખાકીય પૂરવઠા ચેઇનને વધુ મજબુત બનાવશે અને દેશમાં ટેકનોલોજી આધારીત અત્યાધુનિક વેરહાઉસિંગ માળખાને ઉભું કરવામાં આ એક મહત્વનું સિમાચિનહ છે. અમને ગર્વ છે કે, અમારા લોકો અને ગ્રહ માટે અમે અમારા ઓપરેશન્સને મજબુત બનાવવાની સાથે કંઈક સારુ અને ટકાઉ કરી રહ્યા છીએ.”
પાર્થ ચેટર્જી, માનનિય ઉદ્યોગમંત્રી, કોમર્સ એન્ડ એન્ટરપ્રાઈઝ, પશ્ચિમ બંગાલ સરકાર, કહે છે, “પશ્ચિમ બંગાળ રાજ્યએ આ ક્ષેત્રના આર્થિક વિકાસના રોકાણ માટે અનુકુળ વાતાવરણ બનાવવા માટે પ્રતિબદ્ધ છે. મને એ કહેતા ખુશી છે કે, ફ્લિપકાર્ટ પૂરવઠા ચેઇન માળખામાં લોકો અને ટેકનોલોજીમાં તેનું રોકાણ આર્થિક સમૃદ્ધિને આગળ વધારવામાં લાંબા સમયથી રાજ્યનું ભાગીદાર બન્યું છે. હારિનઘાટામાં ફ્લિપકાર્ટનું સ્ટેટ-ઓફ-ધ-આર્ટ ફ્યુચિસ્ટિક ફૂલફિલમેન્ટ સેન્ટરનું ઉદ્ઘાટનએ દેશનું સૌથી મોટું ફુલફિલમેન્ટ સેન્ટર છે, જે અમારા માટે એક ગર્વની વાત છે અને તે આપમા રોકાણ ફ્રેન્ડલી નીતિનું પ્રમાણપત્ર છે.”
આ સુવિધાને ઉભી થતા 2 વર્ષનો સમય લાગ્યો હતો, તેના બાંધકામની શરૂઆત 2019માં કરવામાં આવી હતી અને તે ઓક્ટોબર 2021માં પૂરું થયું હતું, તેના બાંધકામમાં ટેકનોલોજીની ઘણી બાબતો અને ટકાઉપણાને આવરી લેવામાં આવ્યું છે.