“ભારતને ગર્વ થાય એવી સફળતા અપાવવા બદલ આપણા વૈજ્ઞાનિકોને સલામ”: ગૃહમંત્રી
કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે આજે ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (ડીસીજીઆઈ)એ સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (એસઆઇઆઈ) અને ભારત બાયોટેકની કોવિડ-19 રસીઓને મંજૂરી આપવાના નિર્ણયને આવકાર્યો
“આપણે આ પડકારજનક સ્થિતિસંજોગો દરમિયાન માનવજાતની નિઃસ્વાર્થ ભાવે સેવા કરનાર આપણા વૈજ્ઞાનિકો, ડૉક્ટરો, મેડિકલ સ્ટાફ, સુરક્ષા કર્મચારીઓ અને તમામ કોરોના વોરિયર્સના આભારી છીએ”
કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે આજે ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (ડીસીજીઆઈ)એ સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (એસઆઇઆઈ) અને ભારત બાયોટેકની કોવિડ-19 રસીઓને આપેલી મંજૂરીઓ આપવાના નિર્ણયને આવકાર્યો હતો.
આ મંજૂરીઓને આવકારતા ટ્વીટમાં શ્રી અમિત શાહે કહ્યું હતું કે, “ભારત માટે ઐતિહાસિક સફળતા! ડીસીજીઆઈએ સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા અને ભારત બાયોટેકની કોવિડ રસીઓને મંજૂરી આપી છે. ભારતને ગર્વ થાય એવી સફળતાની ભેટ ધરવા બદલ આપણા અતિ પ્રતિભાસંપન્ન અને મહેનતુ વૈજ્ઞાનિકોને સલામ.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીને કોવિડમુક્ત ભારત તરફ આગળ દોરવા બદલ અભિનંદન. વિઝનરી લીડરશિપથી મોટો ફરક પડી શકે છે. આપણે ફરી એક વાર દર્શાવ્યું છે કે, નવું ભારત કટોકટી દરમિયાન ઇનોવેશન કરવા અને માનવજાતની મદદ કરવા માટે આતુર છે.
ભારતમાં બનેલા આ રસીઓને મંજૂરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા પ્રોત્સાહન આપવા ગેમ ચેન્જર પુરવાર થશે. આપણે આ પડકારજનક સમયગાળા દરમિયાન માનવજાતની કટિબદ્ધતાપૂર્વક સેવા કરનાર આપણા વૈજ્ઞાનિકો, ડૉક્ટરો, મેડિકલ સ્ટાફ, સુરક્ષા કર્મચારીઓ અને તમામ કોરોના વોરિયર્સના હૃદયપૂર્વક આભારી છીએ. દેશ માનવજાતને સેવા નિઃસ્વાર્થ ભાવે કરવા બદલ હંમેશા તેમનો ઋણી રહેશે.”