Western Times News

Gujarati News

મને ભારતને પ્રત્યાર્પણથી સોંપાશે તો હું આત્મહત્યા કરીશ : નિરવ મોદી

File

લંડન : ફરાર હીરા કારોબારી નીરવ મોદીની જામીન અરજી ગઇકાલે કોર્ટે ફગાવી દીધી હતી. જામીન અરજી પર સુનાવણી વેળા નીરવ મોદીએ દલીલો કરી હતી કે જા તેને પ્રત્યાર્પણ કરીને ભારતને સોંપવામાં આવશે તો તે આત્મહત્યા કરી લેશે. સાથે સાથે નીરવ મોદીએ એવી દલીલો પણ કરી હતી કે તેને જેલમાં ત્રણ વખત માર મારવામાં આવ્યો છે. જા કે તેની દલીલોની કોર્ટ પર કોઇ અસર થઇ ન હતી. ૪૯ વર્ષીય નીરવ મોદી વેસ્ટ મિંસ્ટર મેજિસ્ટ્રેટની કોર્ટમાં પોતાના વકીલ હુગો કીથ સાથે આવ્યો હતો. નીરવ મોદી પીએનબી કોંભાડમાં ફસાયેલો છે.

પીએનબી સાથે જંગી છેતરપિંડી કરીને નિરવ મોદી ફરાર થઇ ગયો હતો. પીએનબી છેતરપિંડી અને મની લોન્ડરિંગના મામલામાં નિરવ મોદી સામે ઉંડી તપાસ ચાલી રહી છે.

૧૯મી માર્ચના દિવસે ધરપકડ કરવામાં આવ્યા બાદથી નિરવ મોદી દક્ષિણ પશ્ચિમ લંડનમાં આવેલી વેન્ડ્‌સવર્થ જેલમાં છે

જે ઇંગ્લેન્ડની સૌથી ભરચક રહેતી બ્રિટનની ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસ માટેના પ્રવક્તાએ કહ્યું છે કે, જ્યાં સુધી સુનાવણી પરિપૂર્ણ થશે નહીં ત્યાં સુધી જામીન અરજી માટેના આધારને જારી કરવામાં આવશે નહીં. બ્રિટનની ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસ દ્વારા કોર્ટમાં પ્રત્યાર્પણ કાર્યવાહીમાં ભારત સરકારને પ્રતિનિધિત્વ કરવામાં આવી રહ્યું છે. નિરવ મોદી છેલ્લા ઘણા સમયથી જામીન માટે અરજી કરી રહ્યો છે.

AUK court has rejected fugitive diamantaire Nirav Modi’s bail plea on fresh grounds that he is suffering from depression in connection with Rs 13,500-crore Punjab National Bank (PNB) fraud and money laundering case.The judge of the UK court on Wednesday rejected Nirav Modi’s bail despite the security amount being doubled to four million pounds and an offer to be on house arrest. As his fourth bail plea was rejected, Nirav Modi threatened to commit suicide if he was extradited to India.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.