ભારતને ફરી એકવાર પીએલએની તાકાત બતાવવી પડશે: ચીન
નવીદિલ્હી, ચીને ૮૩ દિવસમાં ત્રીજી વખત ભારતને પરાજિત કર્યું છે સુત્રોના જણાવ્યા અનુસાર પેંગોંગ લેકના દક્ષિણ છેડે શેનપાઓ પહાડો નજીક સોમવારે સાંજે ૫.૩૦થી સાંજના ૬.૩૦ વાગ્યાની વચ્ચે ઘુષણખોરીનો પ્રયાસ કર્યો હતો પરંતુ ત્યાં તહેનાત ભારતીય સૈન્યે નિષ્ફળ બનાવ્યો હતો ભારતીય સેનાએ વોર્નિગ શોટ ફાયર કરી ચીનના સૈનિકોને ભગાડયા હતાં.
હવે ચીને ગ્લોબલ ટાઇમ્સ દ્વારા ધમકી આપી છે ચીને ધમકી આપી છે કે ભારતને ફરી એકવાર પીએલએની તાકાત બતાવવી પડશે એટલું જ નહીં ચીને ભારતના મીડિયા રિપોર્ટીંગ પર પણ સવાલ ઉઠાવ્યા હતાં અખબારે લખ્યું કે ભારતનું મીડિયા તે જ દેખાડે છે જે તેમની જનતા જાેવાનું પસંદ કરે છે અને ચીનની સેના દરેક રીતે ભારતીય સેનાથી શ્રેષ્ઠ છે.
Click link to download full Western Times (Ahmedabad Gujarati) epaper pdf
તેની ભુલ સ્વીકારવાને બદલે ચીન આ ઘટાને ઉલટું ભારત પર ઉશ્કેરવાની કાર્યવાહી કરવાનો આરોપ લગાવી રહ્યું છે ચીનના વેસ્ટર્ન થિયેટર કમાન્ડના પ્રવકતા કર્નલ ઝાંગ શુલઇએ આ નિવેદન જારી કરીને આક્ષેપ કર્યો છે આ પહેલીવાર હતું જયારે કાગળ પર ચીનનો ભંય દેખાયો ચીની આર્મીના વેસ્ટર્ન થિયેટર કમાન્ડની અખબારી યાદીનો એક એક શબ્દ સંદેશો આપી રહ્યાં છે કે ચીન આક્રમક ભારતથી ગભરાવવા લાગ્યું છે.ચીને ભારતની તાકાતને ખ્યાલ આવી ગયો છે જરા વિચારો ચીન આર્મીની અખબારી યાદીના શબ્દો પર ચીન કહે છે.
ભારતીય સેનાએ ચીનના બોર્ડર ગાડ્ર્સ પર ગોળીબાર કર્યો ભારતે કરારોનું ભારે ઉલ્લધંન કર્યું હતું અમે ભારતીય પક્ષને વિનંતી કરીએ છીએ ભારતે ખતનાક કાર્યવાહીને તરત જ બંધ કરી દે ભારતે પોતાના સૈનિકોને પાછા બોલાવે તપાસ બાદ ભારતે તેના સૈનિકોને સજા કરવી જાેઇએ. આ બધા શબ્દો અને વાકયો ચીનના સૈન્યના છે જે હંમેશા ધમંડમાં ચુર રહે છે જે પોતાને દરેક નિયમ અને કરારથી ઉપર માને છે જે દરેક મુદ્દા ભારતીય સૈન્યને ધમકી આપે છે આજે ચીનની તેજ સેનાનું ધમંડ ચુર ચુર થઇ ગયું છે. લદ્દાખમાં એક નહીં ત્રણ ત્રણ પરાજય બાદ હવે તે ધમકી સ્વરૂપે વિનંતીનો અવાજ આવ્યો છે.આ સાથે જ તે જુઠ્ઠણા અને કપટનો આશરો લઇ રહ્યું છે.HS