ભારતને મદદના નામે પાક.ની NGOએ કરોડો એકઠા કર્યા
નવી દિલ્હી: કોરોના વાયરસની બીજી લહેરમાં ભારતને મદદ કરવાના નામે પાકિસ્તાનની એક એનજીઓએ કરોડો રુપિયા એકઠા કરી લીધા હતા.હવે આ રકમ આતંકી સંગઠનોને મદદ કરવા માટે ઉપયોગમાં લેવાય તેવી શક્યતા હોવાનો ખુલાસો એક અહેવાલમાં થયો છે.
જે પ્રમાણે પાકિસ્તાનની એક એનજીઓએ કોરોના સંકટ વખતે ભારતને મદદ કરવાના નામે હેલ્ફ ઈન્ડિયા બ્રિથ નામનુ એક અભિયાન ચલાવાયુ હતુ.જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, આ અભિયાન થકી ભારતને ઓક્સિજન, વેન્ટિલેટર, વેકસીન સહિતની વિવિધ સુવિધાઓ આપવામાં આવશે.આ માટે લોકોને આર્થિક સહયોગ આપવા અપીલ કરાઈ હતી.
ભારત જેવા દેશની ઈમેજને જાેતા લોકોએ આ અભિયાનને મદદ પણ કરી હતી.જાેકે એક મીડિયા રિપોર્ટમાં આ અભિયાનને મોટો ગોટાળો ગણાવાયુ છે અને કહેવાયુ છે કે, આ સંગઠનોના પાકિસ્તાની સેના સાથે બહુ સારા સબંધો છે અને એવુ મનાય છે કે, હવે આ રકમનો ઉપયોગ ભારતમાં આતંકી ગતિવિધિઓને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવશે.
રિપોર્ટમાં દાવો કરાયો છે કે, જે સંગઠનો ભંડોળ એકઠુ કરી રહ્યા હતા તેમાં ઈમાના એટલે કે ઈસ્લામિક મેડિકલ એસોસિએશન ઓફ નોર્થ અમેરિકા પણ સામેલ હતુ.જેનુ લક્ષ્ય ૧.૮ કરોડ ડોલર એકઠા કરવાનુ હતુ.જાેકે આ સંગઠને હજી સુધી કહ્યુ નથી કે, કેટલુ ભંડોળ એકઠુ થયુ છે.આ સંસ્થાની કોઈ ઓફિસ પણ નથી.
સંસ્થા દ્વારા જે પણ રકમ એકઠી કરવામાં આવી છે તેને ક્યાં વાપરવામાં આવી તેનો પણ કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.આ મીડિયા રિપોર્ટમાં તો અભિયાનના નામ પર સૌથી મોટુ કૌભાંડ આચરવામાં આવ્યુ હોવાનો દાવો પણ કરાયો છે.