Western Times News

Gujarati News

ભારતને રમકડા બજારમાં પણ આત્મનિર્ભર બનાવવાનું છે: મોદી

નવીદિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પોતાના માસિક રેડિયો કાર્યક્રમમાં મનની વાત દ્વારા દેશવાસીઓને સંબોધન કર્યું હતું પોતાના સંબોધનમાં વડાપ્રધાને કહ્યું કે કોરોના કાળમાં દેશ એક સાથે અનેક મોરચા પર લડી રહ્યો છે પોતાના સંબોધનમાં વડાપ્રધાને રમકડા અને મોબાઇલ ગેમ્સના મામલામાં આત્મનિર્ભર બનાવવાનું આહ્‌વાન કર્યું તેમણે કહ્યું કે હજુ પણ તેના માટે લોકર રમકડા માટે વોકલ થવાનો સમય છે આ સાથે જ તેમણે કહ્યું કે જેટલા પણ વર્ચુઅલ ગેમ્સ છે તેની થીમ્સ બહારી છે આથી હું દેશના યુવા ટૈલેંટને કહેવા માંગુ છું કે તમે ભારતની પણ ગેમ્સ બનાવો વડાપ્રધાને કહ્યું કે પાંચ સપ્ટેમ્બરે આપણે શિક્ષક દિવસ મનાવીશું આપણે બધા જયારે પોતાના જીવનની સફળતાઓને પોતાના જીવન યાત્રાને જાેઇએ છીએ તો આપણે આપણી કોઇને કોઇ શિક્ષકની યાદ જરૂર આવે છે સાથીઓ અને ખાસ કરીને મારા શિક્ષક સાથીઓ વર્ષ ૨૦૨૨માં આપણો દેશ સ્વતંત્રતાની ૭૫ વર્ષનો પર્વ મનાવશે દેશ આજે જે વિકાસ યાત્રા પર ચાલી રહ્યો છે તેની સફળતા સુખદ ત્યારે થશે જયારે દરેક એક દેશવાસી તેમાં સામેલ થશે આ યાત્રાની યાત્રી હોય આ પથના પથિયક હોય તેના માટે એ જરૂરી છે કે દરેક દેશવાસી સ્વસ્થ રહે અને આપણે મળી કોરોનાને પુરી રીતે હરાવીએ.

કોરોના ત્યારે હારશે જયારે તમે સુરક્ષિત રહેશો જયારે તમે બે ગજ દુરી માસ્ક જરૂરી આ સંકલ્પનું પુરી રીતે પાલન કરશે તમે બધા સ્વસ્થ રહો સુખી રહો તે શુભકામનાઓ તેમણે કહ્યું કે ડોગ્સની આપદા પ્રબંધન અને રેસ્કયુ મિશનમાં પણ ખુબ મોટી ભૂમિકા હોય છે ભારતમાં તો એનડીઆરએફે આવા ડઝનેક ડોગ્સને વિશેષ તાલીમ આપી છે કયાંક ભૂકંપ આવવાપર,ઇમારત તુટી પડવા પર કાટમાળમાં દબાયેલા લોકોને શોધી કાઢવામાં આ ખુબ નિષ્ણાંત હોય છે સાથીઓ મને એ પણ કહેવું છે કે ભારતીય નસ્લના ડોગ્સ પણ ખુબ સારા હોય છે ખુબ સક્ષમ હોય છે.

ગત કેટલાક સમયમાં આર્મી,સીઆઇએસએફ એનએસજીમાં મુધોલ હાઉડ ડોગ્સને તાલિક કરી ડોંગ સ્કવોર્ડમાં સામેલ કરવામાં આવ્યા છે સીઆરપીએફને કોબાઇ ડોગ્સને સામેલ કર્યા છે.ઇડિયન કાઉસિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ પણ ભારતચીય નસ્લના ડોગ્સ પર રિસર્ચ કરી રહ્યું છે. તેમણે કહ્યું કે ન્યુટ્રિશનના આ આંદોલનમાં પીપલ પાર્ટિસેપેશષન પણ ખુબ જરૂરી છે જન ભાગીદારી જ તેને સફળ કરે છે જાે તમને ગુજરાતમાં સરદાર વલ્લભાઇ પટેલના સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાની તક મળે કે કોવિડ બાદ તમને જવાની તક મળે તો ત્યાં એક યુનિક પ્રકારનું ન્યુટ્રિશન પાર્ક બનાવાયો છે.

Click link to download full Western Times (Ahmedabad Gujarati) epaper pdf


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.