ભારતને વધુ ત્રણ રાફેલ વિમાન ફેબ્રુઆરીમાં મળશે

પ્રતિકાત્મક
નવી દિલ્હી, ભારતીય વાયુસેનાને વધુ ત્રણ રાફેલ વિમાન ફેબ્રુઆરી મહિનામાં મળી જશે. એક કે બે ફેબ્રુઆરીએ આ ત્રણ વિમાનો ભારત પહોંચે તેવી શક્યતા છે.
આ વિમાનોને સંપૂર્ણપણે ભારતની જરુરિયાતોના પ્રમાણે ઉપકરણોથી સજ્જ કરાયા છે.જ્યારે છેલ્લુ રાફેલ વિમાન એપ્રિલમાં ભારતને મળી જશે. જાે હવામાન સારુ રહ્યુ તો ૧ અથવા બે ફેબ્રુઆરીએ આ વિમાન ભારત આવવા રવાના થશે.ત્રણ વિમાનો નોન સ્ટોપ ઉડાન માટે હવામાં જ રિફ્યુલિંગ કરશે.
અંતિમ રાફેલ વિમાન પણ તૈયાર થઈ ચુકયુ છે.જે એપ્રિલ ૨૦૨૨માં ભારતને મળશે.ફ્રાંસે ભારતને ૩૬ રાફેલ આપવાનુ નક્કી કર્યુ છે. ભારત માટેના રાફેલને હવાથી હવામાં માર કરતા લાંબા અંતરના મિટિયોર મિસાઈલ, લો બેન્ડ ફ્રિન્સવી જામર્સ, રડાર વોર્નિંગ રિસિવર, સિન્થેટિક અપર્ચર રડાર, ગ્રાઉન્ડ મુવિંગ ટાર્ગેટ ઈન્ડિકેટર, મિસાઈલ એપ્રોચ વોર્નિંગ સિસ્ટમ , અત્યંત હાઈ ફ્રિન્કવન્સી રેન્જ ડિકોટ વડે સજ્જ કરાયા છે. ભારતના સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર માટે તાજેતરમાં રાફેલના નેવલ વર્ઝનની પણ નૌસેના દ્વારા ટ્રાયલ લેવામાં આવી હતી.SSS