ભારતને 1 કરોડ કોરોના વેક્સીન મફતમાં આપશે સીરમ ઈન્સ્ટીટ્યૂટઃ સૂત્ર
નવી દિલ્હીઃ ભારતમાં વિશ્વનું સૌથી મોટું કોરોના રસીકરણ અભિયાન શરૂં થઈ ચૂક્યું છે. અત્યાર સુધીમાં ત્રણ લાખથી વધારે લોકોને વેક્સીનેશન કરવામાં આવ્યું છે. હવે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઇન્ડિયા દેશને 1 કરોડ વેક્સીનના ડોઝ ફ્રીમાં ઉપલબ્ધ કરાવવાનો વાયદો કર્યો છે. વેક્સીન ડોઝ સીરમ ઇન્સ્ટીટ્યૂટ COVAX ફેસિલિટી અંતર્ગત ઉપલબ્ધ કરાવશે.
સોમવારે થયેલી ટોપ લેવલની મિટિંગ દરમિયાન સીરમ ઇન્સ્ટીટ્યૂટે વળતરના મુદ્દાને એકવાર ફરીથી ઉઠાવ્યો છે. ઉલ્લેખનીય છે કે ભારત સરકાર વેક્સીન ખરીદવાના નિયમ પ્રમાણે સાઈડ ઇફેક્ટ્સની સ્થિતિમાં કંપની આખો ખર્ચો ઉપાડશે. આ નિયમ સિરમ ઇન્સ્ટીટ્યૂટ અને ભારત અને બાયોટેક બંને વેક્સીન માટે રાખી છે.
જાણકારી પ્રમાણે સિરમ ઇન્સ્ટીટ્યૂટના સીઈઓ અદાર પૂનાવાલાએ કહ્યું કે વેક્સીનના સંબંધમાં આવનારી વિષમ પરિસ્થિતિઓના સમયમાં કંપનીને સંરક્ષણ આપવાની જરૂર છે. સીરમ ઇન્સ્ટીટ્યૂટ પ્રમાણે સરકાર દ્વારા ખરીદાયેલા 1.1 કરોડ ડોઝની આપૂર્તિ કરવામાં આવી ચૂકી છે.