ભારતનો આર્થિક વિકાસ દર ૮ ટકાથી વધુ રહ્યો: મોદી

નવી દિલ્હી, પીએમ મોદીએ વિડિયો કોન્ફરન્સિંગ થકી ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ૧૦મુ ઈન્સ્ટોલમેન્ટ આપ્યુ છે.
૧૦ કરોડથી વધારે ખેડૂતોને ૨૦૦૦૦ કરોડ રુપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે અને ૩૫૧ ખેડૂત ઉત્પાદક સંગઠનોને ૧૪ કરોડની ગ્રાન્ટ પણ રિલિઝ કરાઈ છે.
આ કાર્યક્રમ બાદ પીએમ મોદીએ સંબોધન કરતા કહ્યુ છે કે, ભારતની ઈકોનોમીનો વિકાસ દર ૮ ટકાથી વધારે છે.વિદેશનુ રેકોર્ડ બ્રેક રોકાણ ભારત આવી રહ્યુ છે.ભારતના વિદેશી હુંડિયામણનો ભંડાર પણ રેકોર્ડ સ્તરે પહોંચ્યો છે.જીએસટી કલેક્શન પણ જુના રેકોર્ડ તોડી રહ્યુ છે.કૃષિ પેદાશોની નિકાસમાં પણ નવા રેકોર્ડ સ્થપાયા છે.
તેમણે કહ્યુ હતુ કે, આ માટે કેટલાય લોકો પોતાનુ જીવન ખપાવી રહ્યા છે.જાેકે તેમના કામને હવે ઓળખ મળી રહી છે.દરેક ભારતીયની તાકાત દેશના વિકાસને નવી ગતિ આપી રહી છે.
પીએમ મોદીએ કહ્યુ હતુ કે, ભારતે ૨૦૨૧માં ૭૦ લાખ કરોડ રુપિયાની લેવડ દેવડ યુપીઆઈથી કરી છે.ભારતમાં ૫૦૦૦૦ થી વધારે સ્ટાર્ટ અપ્સ કામ કરી રહ્યા છે.જેમાંથી ૧૦૦૦૦ સ્ટાર્ટ અપ તો છેલ્લા ૬ મહિનામાં સ્થપાયા છે.૨૦૨૨માં આપણે વધારે પ્રગતિ કરવાની છે.કોરોનાનો પડકાર છે પણ ભારતની પ્રગતિને તે રોકી નહીં શકે.ભારત કોરોના સામે લડશે અ્ને પોતાના રાષ્ટ્રિય હિતોનુ પણ રક્ષણ કરશે.SSS