Western Times News

Gujarati News

ભારતનો જ એક હિસ્સો હોવા છતાં ગોવામાં ભારતીય લોકોના જવા પર પ્રતિબંધ કેમ હતો ?

ગોવાની આઝાદીમાં સમય કેમ લાગ્યો ?-ગોવાની સ્વતંત્રતામાં ૧પ વર્ષનો લાંબો સમય લાગ્યો હતો.

ભારતમાં ૧૯મી સદીથી જ અંગ્રેજાેએ શાસનની શરૂઆત કરી દીધી હતી.-પોર્ટુગલે ૪પ૦ વર્ષ સુધી ગોવા પર શાસન કર્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજયસભામાં  પોતાના ભાષણ દરમિયાન કોંગ્રેસ પર જાેરદાર પ્રહારો કર્યા હતા. ગોવા વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અહીં ગોવાની સ્વતંત્રતા સુધીના મુદ્દાને ઉઠાવીને ભારે ચર્ચા જગાવી છે. મોદીએ ગોવાની સ્વતંત્રતાનો મુદ્દો એવા સમય પર ઉઠાવ્યો છે

જયારે ગોવામાં વિધાનસભાની ચૂંટણીને લઈને વધારે સમય રહ્યો નથી. મોદીએ દેશના પ્રથમ વડાપ્રધાન જવાહર લાલ નહેરુ પર આકરા પ્રહારો કર્યા હતા. મોદીએ આ ગાળા દરમિયાન નહેરુના લાલ કિલ્લા પરથી આપવામાં આવેલા એ ભાષણનો પણ ઉલ્લેખ કર્યો હતો જેમાં પૂર્વ વડાપ્રધાને ગોવામાં સેનાને નહીં મોકલવાની વાત કરી હતી.

ગોવાની સ્વતંત્રતાની લડાઈમાં આખરે દેશની પ્રથમ સરકારનું યોગદાન શું રહ્યુ હતુ અને આખરે કેમ ગોવાની સ્વતંત્રતામાં ૧પ વર્ષનો લાંબો સમય લાગ્યો હતો. ભારતની સ્વતંત્રતાની સાથે ગોવા કેમ સ્વતંત્ર થઈ ગયુ ન હતું તેને લઈને કેટલાક તથ્યો રહેલા છે.

અરબ સાગર સાથે જાેડાયેલા હોવાના કારણે પ્રાચીન કાળથી જ ગોવા વેપાર અને સૈન્ય અભિયાનના મુખ્ય કેન્દ્ર તરીકે છે. જયાં સમગ્ર ભારતમાં ૧૯મી સદીથી જ અંગ્રેજાેએ શાસનની શરૂઆત કરી દીધી હતી. ત્યાં જ ગોવા પર પોર્ટુગલ લોકોનું પણ પ્રભુત્વ રહ્યું હતું. પોર્ટુગલના લોકોએ ૪પ૦ વર્ષ સુધી ગોવા પર શાસન કર્યું હતું.

આ ગાળા દરમિયાન ગોવામાં પોર્ટુગલના શાસનની સામે કેટલીક ક્રાન્તિ પણ થઈ હતી. ૧૮મી અને ૧૯મી સદીમાં સ્વતંત્રતા માટે કેટલાક ચહેરા પણ સપાટી પર આવ્યા હતા. જાેકે ગોવામાં પૂર્ણ સ્વરાજની માંગ પ્રથમ વખત ૧૮મી જૂન ૧૯૪૬ના દિવસે ઉઠી હતી.

૧૮મી ડિસેમ્બર ૧૯૬૧માં બપોરે ર.રપ વાગે આ દ્વિપ પર તિરંગો ધ્વજ લહેરાવી દેવામાં આવ્યો હતો.

એ વખતે સમાજવાદી નેતા ડોકટર રામ મનોહર લોહિયાએ ગોવાના યુવાનોની સાથે પોતાને આઝાદીના અભિયાનમાં ઝોકી દીધા હતા. આ જ કારણસર વર્ષ ૧૮મી જુનના દિવસે ગોવા ક્રાન્તિ દિવસની ઉજવણી કરવામાં આવે છે. અલબત્ત ભારતને ૧પમી ઓગસ્ટ ૧૯૪૭માં સ્વતંત્રતા મળી ગઈ હતી જયારે જેના પર પોર્ટુગલનું શાસન હતુ તે ગોવાને સ્વતંત્રતા મળી ન હતી.

માનવામાં આવે છે કે કોંગ્રેસના તત્કાલીન નેતા જવાહર લાલ નહેરુ પહેલા ભારતને અંગ્રેજાેના શાસનથી સ્વતંત્ર કરાવવા માટે ઈચ્છુક હતા. જેથી જવાહરલાલ નહેરુએ ગોવાને પોર્ટુગલના લોકો માટે જ છોડી દેવાનો વિવાદાસ્પદ નિર્ણય કર્યો હતો. ૧૯૪૬માં આપવામાં આવેલા પોતાના ભાષણમાં જવાહરલાલ નહેરુએ કહ્યું હતું કે ગોવા ભારતના ખુબસુરત ચહેરા પર એક નાનકડા દાગ તરીકે છે અને ભારતની સ્વતંત્રતા બાદ આ નાનકડા દાગને દુર કરવામાં લાગશે નહી.

સ્વતંત્રતા બાદ ગોવાને લઈને જવાહર લાલ નહેરુ અન્ય રીતે વિચારતા હતા. ૧પમી ઓગસ્ટ ૧૯૪૭માં ભારત સ્વતંત્ર પોતાના સ્વતંત્રતાના સંદશમાં પંડિત નહેરુ એ સાફ શબ્દોમાં કહ્યું કે ગોવા ભલે હજુ સ્વતંત્ર થઈને ભારતમાં નથી પરંતુ તે ભારતના એક હિસ્સા તરીકે છે. અને છેલ્લે ભારતમાં જ સામેલ થશે. કોંગ્રેસના ડિસેમ્બર ૧૯૪૮માં પાસ કરવામાં આવેલા પ્રસ્તાવમાં પણ ગોવાની સ્વતંત્રતા અને તેના ભારતમાં સામેલ હોવાને લઈને સમર્થન કરવામાં આવ્યું હતું.

આ ગાળા દરમિયાન અંગ્રેજાેથી ભારતને સ્વતંત્ર કરાવનાર સ્વતંત્રતા સેનાનીઓ દ્વારા ગોવાની સ્વતંત્રતાને લઈને માંગ શરૂ કરી હતી. કેટલાક નેતા તો આ ગાળા દરમિયાન સત્યાગ્રહ આંદોલન માટે ગોવામાં પણ પહોંચી ગયા હતા. જાેકે નહેરુ હંમેશા ગોવાની સ્વતંત્રતા અહિંસા અને શાંતિપૂર્ણ રીતે ઈચ્છતા હતા.

નહેરુએ હંમેશા ભારતની વિદેશ નીતિને પાંચ સિદ્ધાંતો પર આધારિત રાખવાની નીતિ અપનાવી હતી. આ સિદ્ધાંતો હતા બીજાની બાબતમાં દરમિયાનગીરી કરવાની નહી, કોઈની સામે હિંસા કરવી નહી, દેશોની એકતા અને અખંડતાનું સમર્થન તેમજ સહયોગથી સાથે રહેવાનું સન્માન જેવી બાબતો સામેલ છે.

બીજી બાજુ વી ગાડગીલ સહિત કોંગ્રેસના કેટલાક નેતાઓ માનતા હતા કે નહેરુ એ ગાળા દરમિયાન કોઈપણ પ્રકારની લશ્કરી કાર્યવાહીથી બચી રહ્યા હતા. કારણ કે તેમને દુનિયાના નકશામાં પોતાની શાંતિપ્રિય લીડર તરીકેની તેમની છાપ ખરાબ થવાનો ભય હતો. જેના કારણે નહેરુએ ભારતની સ્વતંત્રતા બાદ અઢી વર્ષ પછી એટલે કે ર૭મી ફેબ્રુઆરી ૧૯પ૦ના દિવસે ગોવાના પોર્ટુગલ શાસન સાથે રાજકીય સ્તર પર વાતચીત શરૂ કરી હતી.

જાેકે વહેલી તકે તેમને સફળતા મળી રહી ન હતી. ગોવા તેમના વિદેશી પ્રાંત તરીકે છે અને ગોવાની સંસ્કૃતિ ઐતિહાસિક રીતે પોર્ટુગલી છે. આ ગાળા દરમિયાન સતત વાતચીત નહેરુએ જારી રાખી હતી. પોર્ટુગલ શાસકો દ્વારા ગોવા ન છોડવાની વાત કર્યા બાદ ૧૯પ૪ અને પપમાં રાજયમાં સત્યાગ્રહ શરૂ થઈ ગયા હતા.

જેથી નહેરુને એક વખત લાગ્યુ હતું કે પોર્ટુગલના શાસકો અહિંસક આંદોલન કરનાર લોકો પર ગોળીબાર ન કરી દે. જેથી ભારતના જ એક હિસ્સામાં ન જવા માટે નહેરુએ ભારતીયોને કહ્યું હતું. ૧પમી ઓગસ્ટ ૧૯પપમાં લોહિયાના નેતૃત્વમાં થયેલ આંદોલન પર ગોળીબાર કરવામાં આવતા રર ગોવાવાસીઓના મોત થયા હતા.

ગોવા પર સેન્ય હુમલાને લઈને નહેરુ ભયભીત હતા. પોર્ટુગલ ૧૯૪૯માં બનેલા નાટોના સભ્ય દેશ તરીકે હોવાથી ખતરો વધી ગયો હતો નાટોના નિયમો છે કે જાે કોઈ હુમલો તેના સભ્ય દેશ પર થાય છે તો હુમલાને તમામ નાટો સભ્ય દેશ પર ગણાશે. લાંબી વાતચીત અને ઉતારચઢાવ બાદ અંતે પહેલી ડિસેમ્બર ૧૯૬૧માં ઓપરેશન ચટની શરૂ કરવામાં આવ્યું હતું

દુશ્મનોની હરકતો પર નજર રાખવામાં આવી રહી હતી. ભારતીય સેનાની જાેરદાર તૈયારી અને ઓપરેશન બાદ અંતે ૧૮મી ડિસેમ્બર ૧૯૬૧માં બપોરે ર.રપ વાગે આ દ્વિપ પર તિરંગો ધ્વજ લહેરાવી દેવામાં આવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.