ભારતનો પ્રથમ વિન્ડ-સોલર હાઇબ્રિડ પાવર પ્લાન્ટ શરૂ થયો
નવીદિલ્હી, ભારત રિન્યુએબલ એનર્જીની દિશામા આગળ વધી રહ્યુ છે.ત્યારે કંપનીઓ પણ આ સેક્ટરમાં ઝડપથી રોકાણ કરવા પ્લાન્ટ સ્થાપવા ઉત્સુક છે.
જેમા ભારતની રિન્યુએબલ એનર્જી કંપની અદાણી ગ્રીન એનર્જીની પેટાકંપની અદાણી હાઇબ્રિડ એનર્જી જેસલમેર વન લિમિટેડે રાજસ્થાનમાં જેસલમેર ખાતે વિન્ડ-સોલાર હાઇબ્રિડ પાવર જનરેશન પ્લાન્ટ શરૂ કર્યો છે.જે ભારતમાં આ પ્રકારનો પ્રથમ રિન્યુએબલ એનર્જી પાવર પ્લાન્ટ છે.આ હાઇબ્રિડ પાવર પ્લાન્ટની ક્ષમતા ૩૯૦ મેગાવોટ છે.
આમ સુર્ય અને પવનઉર્જાના ઉત્પાદન દ્વારા સંકલિત હાઇબ્રિડ પાવર પ્લાન્ટ વીજઉત્પાદનના વિક્ષેપનું સમાધાન લાવીને રિન્યુએબલ એનર્જીની સંપૂર્ણ ક્ષમતાનો ઉપયોગ કરે છે અને વધતી જતી વીજ માંગને પહોંચી વળવા વિશ્વાસપાત્ર સમાધાન પુરા પાડે છે.hs2kp