ભારતનો વિકાસ દર ૮.૮% રહેવાનો અંદાજ કરાયો
નવીદિલ્હી, દેશમાં કોરોના અને હવે યુક્રેન યુદ્ધના કારણે વિકાસને જે બ્રેક લાગી છે તે આગામી સમયમાં પણ યથાવત રહે તેવા સંકેત છે.જેમા એકતરફ વિશ્વભરમાં ફુગાવાની સ્થિતિ સતત ગંભીર બની રહી છે.
ત્યારે ક્રુડતેલથી લઈને કોમોડીટીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે.આ સ્થિતિમાં ભારત પણ મુક્ત રહી શકે તેમ નથી.આ સ્થિતિ જાેતા રેટીંગ એજન્સી મૂડીસે ભારતનો વિકાસ અનુમાન ઘટાડીને ૮.૮% કર્યુ છે.જે અગાઉ ૯.૧% રહેશે તેવું અનુમાન મૂકવામા આવ્યુ હતું.
કોરોનાની ગંભીર બનેલી બીજી લહેર બાદ ભારતીય અર્થતંત્રએ ગતિ પકડી હતી અને તેના કારણે નિકાસ,જીએસટી સહિતના આડકતરા અને સીધા વેરાની આવકમા વૃદ્ધિ નોંધાઈ હતી.ત્યારબાદમાં યુક્રેન પરના રશિયાના આક્રમણ અને વૈશ્વીક ફુગાવાથી જે સ્થિતિ સર્જાઈ છે અને જે રીતે ક્રુડતેલના ભાવમાં વધારો થયો છે અને ખાતર-આવશ્યક કોમોડીટી,કાચા માલ,ટ્રાન્સપોર્ટના ભાવમાં જે વધારો થયો છે તેની અસર આગામી સમયમાં સરકારી બજેટ પર જાેવા મળશે.
આમ રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાએ ક્રેડીટ કાર્ડ યુઝર્સને રાહત આપવા બિલીંગ સાયકલ પસંદ કરવાનો અધિકાર આપ્યો છે.જે મુજબ ક્રેડીટ કાર્ડધારક તેની સુવિધા મુજબ બિલીંગ સાયકલની તારીખ નિશ્ચીત કરી શકશે.પરંતુ આ સુવિધા ફકત એક જ વાર મળશે તેથી ક્રેડીટ કાર્ડ ઈસ્યુ કરનાર કંપની નહી પરંતુ ગ્રાહક તેની બિલ તારીખ નિશ્ચીત કરી શકશે.HS1