ભારતપેએ નધર્ન આર્ક પાસેથી રૂ. 50 કરોડનું ડેટ ઊભું કર્યું
ભારતપે માટે વર્ષ 2021માં ડેટ ફંડનો છઠ્ઠો રાઉન્ડ
નવી દિલ્હી, ભારતમાં વેપારીઓ માટે નાણાકીય સેવા પ્રદાન કરતી અગ્રણી કંપની ભારતપેએ આજે જાહેરાત કરી હતી કે, કંપનીએ ભારતના અગ્રણી ડિજિટલ ડેટ ફાઇનાન્સ પ્લેટફોર્મ પૈકીના એક નધર્ન આર્ક કેપિટલ પાસેથી ડેટ સ્વરૂપે રૂ. 50 કરોડ (7 મિલિયન ડોલર)નું મૂડીભંડોળ ઊભું કર્યું છે.
નધર્ન આર્ક કેપિટલ ભારતમાં મૂડીભંડોળની સેવાઓ ઓછી મેળવતા વ્યવસાયો અને વ્યક્તિઓને ધિરાની સુલભતા વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ભારતપે માટે વર્ષ 2021 માટે આ ડેટ ફાઇનાન્સનો છઠ્ઠો રાઉન્ડ છે. ચાલુ વર્ષે જાન્યુઆરીમાં કંપનીએ દેશમાં ત્રણ ડેટ કંપનીઓ –
અલ્ટેરિયા કેપિટલ, ઇન્નોવેન કેપિટલ અને ટ્રાફેક્ટ કેપિટલ પાસેથી રૂ. 200 કરોડ (26 મિલિયન ડોલર)ની મૂડી ઊભી કરી હતી તથા ત્યારબાદ કંપનીએ આઇસીઆઇસીઆઈ બેંક અને એક્સિસ બેંક પાસેથી વધારાનું મૂડીભંડોળ ઊભું કર્યું હતું.
વર્ષ 2020 અને 2021માં મહામારીમાં ભારતપેએ એના મર્ચન્ટ પાર્ટનર્સની ધિરાણની જરૂરિયાતો પૂર્ણ કરવાનું જાળવી રાખ્યું છે અને દેશમાં સૌથી મોટા બી2બી ફિનટેક ધિરાણકારો પૈકીની એક તરીકે બહાર આવી છે.
લેન્ડિંગ વર્ટિકલ શરૂ કર્યા પછી અત્યાર સુધી 2 લાખથી વધારે મર્ચન્ટને રૂ. 1600 કરોડ (230 મિલિયન ડોલર)ની લોન આપ્યા પછી ભારતપેનો ઉદ્દેશ માર્ચ, 2023 સુધીમાં બિઝનેસ લોન્સ પેટે રૂ. 14,000 કરોડ (2 અબજ ડોલર)નું વિતરણ કરવાનો છે.
નધર્ન આર્ક મહામારીની આર્થિક અને સામાજિક અસર સામે લડવામાં મોખરે છે. કંપનીએ ગત નાણાકીય વર્ષમાં એમએસએમઇ, કુટુંબો, નાણાકીય સંસ્થાઓ અને મિડ માર્કેટ કોર્પોરેટને રૂ. 3,500 કોરડ (500 મિલિયન ડોલર)થી વધારેનું વિતરણ કર્યું છે. કંપનીએ દુનિયાભરમાં બેંકિંગની ઓછી સુવિધા ધરાવતા લઘુ વ્યવસાયો અને કુટુંબોને પ્રતિષ્ઠિત ડેવલપમેન્ટ ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટ્યૂટશન્સ પાસેથી રૂ. 1,000 કરોડથી વધારે (150 મિલિયન ડોલર)નું ધિરાણ કરવા સક્ષમ પણ બનાવ્યાં છે.
આ ડેટ ફંડ પર ભારતપેના ગ્રૂપ પ્રેસિડન્ટ સુહૈલ સમીરે કહ્યું હતું કે, “ભારતપેમાં અમે દેશમાં એસએમઇ અને નાનાં વેપારીઓ માટે ક્રેડિટ ગેપ ભરવા પ્રતિબદ્ધ છીએ. અમે ગયા વર્ષમાં અમારા ધિરાણ વ્યવસાયમાં નોંધપાત્ર વધારો કર્યો છે અને ચાલુ નાણાકીય વર્ષ (નાણાકીય વર્ષ 2021-22)ના અંત સુધીમાં 10 લાખથી વધારે વેપારીઓને 1 અબજ ડોલરથી વધારે લોનનું વિતરણ કરવાનો મહત્વાકાંક્ષી લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે.
અમે નધર્ન આર્ક પાસેથી નવું મૂડીભંડોળ ઊભું કર્યું છે અને અમને વિશ્વાસ છે કે, સંયુક્તપણે અમે ભારતમાં પરિવર્તન લાવી શકીશું અને ભારતમાં બેંકિંગની ઓછી સુવિધા ધરાવતા વ્યવસાયોની જરૂરિયાતો પૂર્ણ કરીશું. અમે આ વર્ટિકલને ઝડપથી ઊભું કર્યું છે અને સુરક્ષિત ધિરાણ સ્પેસમાં વિવિધ ઉત્પાદનો પ્રસ્તુત કર્યા હોવાથી અમે ભારતમાં લાખો વેપારીઓને સક્ષમ બનાવવા સંસ્થાગત ઋણ પ્રદાન કરીશું.”
આ ટ્રાન્ઝેક્શન પર નધર્ન આર્કના સીઓઓ બામા બાલક્રિષ્નને કહ્યું હતું કે, “નધર્ન આર્ક સતત ભારતપે જેવી સમાન વિચારસરણી ધરાવતી સંસ્થાઓને ધિરાણ આપવા કામ કરે છે, જે દેશમાં નાનાં વ્યવસાયો અને વેપારીઓને નાણાકીય સુલભતા મેળવવા સક્ષમ બનાવે છે. આ વ્યવહારો નધર્ન આર્કની દેશમાં બેંકિંગની વંચિત સમુદાયને ધિરાણની જરૂરિયાત પૂર્ણ કરવાની કટિબદ્ધતાનો પુરાવો છે.”