ભારતપે તમામ વેપારીઓ અને ડિલર્સને રૂ. 50 લાખ સુધીની બાયંધરી મુક્ત રૂ. 50 લાખની લોન ઓફર કરશે
SMEs પર આશાવાદીઃ ડિસ્ટ્રિબ્યુટર ટૂ રિટેલર (D2R) ફાઇનાન્સ પ્રસ્તુત કરી
નવી દિલ્હી, ભારતની વેપારીઓ માટેની અગ્રણી ફિનટેક કંપની ભારતપેએ આજે જાહેરાત કરી હતી કે, કંપનીએ એની ઇનોવેટિવ ધિરાણ ઉત્પાદન – ડિસ્ટ્રિબ્યુટર ટૂ રિટેલર (D2R) ફાઇનાન્સ રજૂ કરવાની સાથે લઘુ અને મધ્યમ ઉદ્યોગસાહસો (SMEs)ને સક્ષમ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ પ્રથમ પ્રકારની પ્રોડક્ટ છે, જે તમામ ઉદ્યોગના વર્ટિકલ્સમાં વિતરકો, હોલસેલર્સ, વેપારીઓ અને ડિલર્સની નાણાકીય જરૂરિયાતો તાત્કાલિક પૂર્ણ કરશે.
આ નવી ધિરાણ પ્રોડક્ટ સાથે કંપની 7 દિવસથી 30 દિવસના ગાળા માટે રૂ. 50 લાખ સુધીની બાયંધરીમુક્ત લોન ઓફર કરશે. ભારતપેએ એવું પણ જણાવ્યું હતું કે, કંપનીએ આ પ્રોડક્ટ લોંચ કર્યાના પ્રથમ મહિનામાં રૂ. 50 કરોડ સુધીની D2R લોન આપી છે અને એનો ઉદ્દેશ આગામી નાણાકીય વર્ષ (2021-22)માં આ નવી પ્રોડક્ટ સાથે રૂ. 2500 કરોડની લોન આપવાનો છે.
આ લોંચ સાથે ભારતપેએ એવા નાણાકીય ઉત્પાદનો ઊભા કરવાની એની પ્રતિબદ્ધતા દર્શાવી છે, જે 60 મિલિયનથી વધારે SMEsની સમસ્યાનું સમાધાન કરી શકશે અને તેમને તેમનો વ્યવસાય વધારવામાં મદદરૂપ થઈ શકશે. ઓફર થયેલી આ પ્રોડક્ટ હાલ 10 શહેરોમાં લાઇવ થઈ છે અને ફક્ત એક મહિનામાં 2000 SME રજિસ્ટ્રેશન ધરાવે છે.
ઉદ્યોગમાં આ સૌપ્રથમ ઓફર એફએમસીજી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ફાર્મા, ઇલેક્ટ્રોનિક્સ, ટેલીકોમ, ડેરી, ઇન્ડસ્ટ્રિયલ્સ, ઓટો પાર્ટ્સ, સ્ટેશનરી, ફેશન તેમજ બ્યુટી એન્ડ કોસ્મેટિક્સ સહિત તમામ ઉદ્યોગોને રિટેલર્સમાંથી તેમના કલેક્શન પર નજર રાખવામાં મદદ કરે છે. આ લોન ઓછા વ્યાજદર, ઝીરો પ્રોસેસિંગ ફી સાથે ઉપલબ્ધ છે તથા એમાં ઓછામાં ઓછું પેપરવર્ક સંકળાયેલું છે. ભારતપેની D2R ફાઇનાન્સ 1 બિઝનેસ ડેમાં લોનનું વિતરણ કરતી ઝડપી પ્રોડક્ટ છે.
કંપનીની લેટેસ્ટ ઓફર વિશે ભારતપેના ગ્રૂપ પ્રેસિડન્ટ સુહૈલ સમીરે કહ્યું હતું કે, “છેલ્લા એક વર્ષમાં અમે દેશમાં સૌથી મોટી B2B ફિનટેક ધિરાણકાર તરીકે બહાર આવ્યાં છીએ. અમે દર મહિને રિટેલર્સ અને કિરાનાના માલિકોને રૂ. 250 કરોડથી વધારે લોન આપીએ છીએ. D2R ધિરાણ સંપૂર્ણપણે નવા SMEsના સેટ માટે ધિરાણની જરૂરિયાત પૂર્ણ કરવાનો અમારો પ્રયાસ છે.
આ નવી ઓફર ધિરાણની ઓછી પહોંચ ધરાવતા વિતરકો, હોલસેલર્સ, વેપારીઓ અને ડિલર્સની કેટેગરીને મદદ કરવાના અમારા વિઝનને સુસંગત છે, જે તેમને અતિ જરૂરી ધિરાણ ઉપલબ્ધ કરાવશે. D2R એક ટૂંકા ગાળાની લોન છે, જે આ SMEs દ્વારા સતત નાણાકીય પ્રવાહિતતાના પડકારને ઝીલવા માટે ઇનોવેટિવ રીતે ડિઝાઇન કરી છે.
અમે સમજીએ છીએ કે, આ તમામ ઉદ્યોગોમાં સંપૂર્ણ સપ્લાય ચેઇનમાં મહત્ત્વપૂર્ણ હોવાથી અમે તેમની જરૂરિયાતને અનુરૂપ ધિરાણ પ્રોડક્ટ બનાવી છે. અમને 10 શહેરોમાં પાયલોટ દરમિયાન જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે અને આ પ્રોડક્ટને લઈને અતિ આશાવાદી છીએ. અમારો ઉદ્દેશ અમે જે 100 શહેરોમાં કામગીરી કરીએ છીએ ત્યાં આ ઓફર પ્રદાન કરવાનો તથા નાણાકીય વર્ષ 2021-22ના અંત સુધીમાં રૂ. 2500 કરોડની લોનનું વિતરણ કરવાનો છે.”
ભારતપે છેલ્લાં 2.5 વર્ષથી લાખો રિટેલર્સ સાથે ખભેખભો મિલાવીને કામ કરે છે અને તેમને નાણાકીય સેવાના શ્રેષ્ઠ ઉત્પાદનો સાથે સક્ષમ બનાવ્યાં છે. તાજેતરમાં કંપનીએ જાહેરાત કરી હતી કે, કંપનીએ નાણાકીય વર્ષ 2020-21માં લોનની વિતરણના રૂ. 1000 કરોડના લક્ષ્યાંકને પાર પાડી દીધો છે અને એટલે નવો રૂ. 1250 કરોડનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે.
કંપનીએ લગભગ 1.5 લાખ રિટેલર્સ અને વેપારીઓને લોન આપી છે. ઉપરાંત ભારતપેની લોન આપવાની પ્રક્રિયા સરળ, ઝડપી અને 100 ટકા ડિજિટલ છે. આ બેંકની વધુ મુલાકાતોને ટાળે છે, જટિલ ડોક્યુમેન્ટેશન પ્રક્રિયાને સરળ બનાવે છે એટલે વેપારીના વ્યવસાયમાં ઓછામાં ઓછો વિક્ષેપ પેદા થાય છે.
ભારતપે ધિરાણની વિવિધ પ્રોડક્ટને સક્ષમ બનાવવા ડેટા એનાલીટિક્સનો ઉપયોગ કરશે, જે પરંપરાગત બેંકો અને અન્ય નાણાકીય સંસ્થાઓ દ્વારા ધિરાણની જરૂરિયાતો મેળવી ન શકતા લોકોને ધિરાણ પૂરું પાડશે. કંપની ધિરાણની ઓછી પહોંચ ધરાવતા વિસ્તારો તથા નાનાં કિરાના સ્ટોર્સ અને વેપારીઓ જેવા ગ્રાહકોના વર્ગને સેવા પૂરી પાડવા કટિબદ્ધ છે. આ એની શ્રેષ્ઠ અંડરરાઇટિંગ પદ્ધતિઓ અને જોખમનું વ્યવસ્થાપન કરવા માટેના ઉપયોગી પગલાંને કારણે શક્ય બન્યું છે.