ભારતમાંથી ઓવૈસી જેવી માનસિકતાના લોકો ખતમ થઇ જશે
બલિયા, ઉત્તરપ્રદેશ સરકારના સંસદીય કાર્ય અને પંચાયતી રાજ રાજયમંત્રી આનંદ સ્વરૂપે આઇએમઆઇએમ નેતા અસદુદ્દીન ઓવૈસી પર હુમલો કરતા કહ્યું કે ઓવૈસી અને તેમની માનસિકતાના લોકો ભારતથી ખતમ થઇ જશે શુકલાએ કહ્યું કે જે લોકો વર્ષ ૧૯૪૭માં અહીં રોકાયા હતાં કે દેશને ફરી વિભાજીત કરીશું તો તેમણે સમજવું જાેઇએ કે ઉત્તરપ્રદેશમાં યોગીનું બુલડોઝર ચાલી રહ્યું છે.
કાયદો વ્યવસ્થાને લઇ રાજય સરકાર પર સપા પ્રમુખ અખિલેશ યાદવ પર હુમલાની બાબતમાં પુછવા પર તેમણે કહ્યું કે ભગવાનથી પ્રાર્થના કરીએ છીએ કે અખિલેશ પોતાના પુરા જીવન માટે સપા અધ્યક્ષ બની રહે અને ખોટા નિવેદન આપતા રહે તેમણે કહ્યું કે ઉત્તરપ્રદેશમાં ત્રિસ્તરીય પંચાયત ચુંટણી પ્રક્રિયા ખુબ તાકિદે શરૂ થઇ જશે.