ભારતમાંથી વોડાફોન વિદાય લેવાની તૈયારીમાં
નવી દિલ્હી, ટેલિકોમ બિઝનેસમાં (Telecom Sector) બ્રિટનની કંપની વોડાફોન (Vodafone India) ભારતમાંથી પોતાનો બિઝનેસ સમેટી લેવાની તૈયારીમાં હોવાના અહેવાલ મળે છે. છેલ્લા કેટલાક દિવસથી વોડાફોનનું પેકઅપ થવાની અટકળો તેજ ચાલી રહી છે. વોડાફોન ગમે તે ક્ષણે ભારતમાં પોતાનો બિઝનેસ બંધ કરી શકે છે.
આઈએએનએસ દ્વારા આ અંગે ભારતમાં વોડાફોન-આઈડિયાના પ્રવક્તાને મોકલવામાં આવેલ ઈ-મેઈલ કોર્પોરેટ કોમ્યુનિકેશનના ગ્રૂપ હેડ બેન કેડોવેનને મોકલવાનું જણાવાયું હતું. વોડાફોન ગ્રુપે આ ઈ-મેઈલનો હજુ સુધી જવાબ આપ્યો નથી. અહેવાલ અનુસાર જાઈન્ વેન્ચર કંપની વોડાફોન-આઈડિયામાં ઓપરેટિંગ લોસ સતત વધવાથી અને દર મહિને લાખો ગ્રાહકો કંપનીને છોડી રહ્યાં હોવાથી અને માર્કેટ કંપમાં ઘટાડો થવાથી વોડાફોન પોતાના ભારતીય બિઝનેસમાંથી બહાર નીકળવા માંગે છે. તાજેતરમાં સુપ્રિમ કોર્ટે દ્વારા એડજસ્ટેડ ગ્રોસ રેવન્યૂ (એજીઆર) પર આપવામાં આવેલા ચુકાદા બાદ વોડાફોન-આઈડિયાને હવે ત્રણ માસમાં રૂ. ર૮,૩૦૯ કરોડ ચૂકવવા પડશે. આ ચુકાદા બાદ કંપનીનો શેર સતત ગગડી રહ્યો છે. અને બાવન સપ્તાહની નીચેની સપાટીએ આવી ગયો છે. ગુરૂવારે આ શેરનો ભાવ માત્ર રૂ ૩.૮૧ હતો.