ભારતમાં અણુ વૈજ્ઞાનિકો તથા નેતાઓનાં શંકાસ્પદ મોત

portrait de Homi Jehangir Bhabha (1909-1966). Ingenieur indien. ©MP/Leemage AA094736 dbdocumenti 194 294 300 2286 3478 Scala di grigio
(પ્રતિનિધિ)નવી દિલ્હી, ભારતનાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ સહિત કુલ ૧૧ લોકો હેલીકોપ્ટર ક્રેશમાં મૃત્યુ પામ્યા. સીડીએસ બિપીન રાવતનાં જવાથી ભારતને મોટો આંચકો લાગ્યો છે. રાવત ઊંચાઈ પર યુદ્ધનાં નિષ્ણાંત હતા અને વ ર્ષ ૧૯૭૮થી ભારતીય લશ્કરમાં સેવા આપી રહ્યા હતા. એમઆઈ ૧૭ હેલીકોપ્ટર હવામાં સળગ્યું બાદમાં ક્રેશ થયું તેના કારણ અંગે તપાસ શરૂ થશે.
આ ઘટના આકસ્મિક હતી કે પૂર્વનિયોજીત એ અંગે તો સંપૂર્ણ તપાસ બાદ જ જાણી શકાશે. પરંતુ અગાઉ પણ ભારત દેશનાં કેટલાંક વૈજ્ઞાનિકો અને નેતાઓનાં શંકાસ્પદ મૃત્યુ થયાં છે. જે અંગે હજી સુધી રહસ્ય પ્રવર્તી રહ્યું છે.
ડો.હોમી જે ભાભાઃ હોમીભાભા ભારતનાં અણુ ઊર્જા કાર્યક્રમનાં પ્રણેતાં હતા. જે ૨૪ જાન્યુઆર, ૧૯૬૬નાં દિવસે મુંબઈથી વિએનાની ફ્લાઈટમાં હતા. એ વખતે ફ્રાન્સનાં મોં બ્લા ખાતે તેમનું વિમાન ક્રેશ થઈ જતાં તેમનું મૃત્યુ થયું હતું. ભારતનાં અણુ ઊર્જાનાં કાર્યક્રમને ધક્કો પહોંચાડવા સમગ્ર ષડયંત્ર રચાયો હોવાનુું કહેવાય છે.
લાલ બહાદુર શાસ્ત્રીઃ ૧૯૬૫ની સાલમાં થયેલાં યુદ્ધમાં ભારતની જ્વલંત જીત બાદ ભારતનાં વડાપ્રધાન શાસ્ત્રીજી રશિયાનાં તાસ્કંદ ખાતે ગયા હતા. જ્યાં ૧૧, જાન્યુઆરી, ૧૯૬૬નાં દિવસે તાશ્કંદ કરાર થયા. એ જ રાત્રે તેમને હાર્ટ એટેકે આવતાં તેમનું મૃત્યુ થયું હતું. તેમનાં મૃત્યુ અંગે આજ દિન સુધી વિવિધ શંકાઓ પ્રવર્તી રહી છે.
એ જ રીતે ભારતનો અંતરીક્ષ પ્રોગ્રામ પણ આગળ ન વધે એ માટે વિદેશી તાકતો દ્વારા અંતરીક્ષ કાર્યક્રમો સાથે જાેડાયેલાં કેટલાંય વૈજ્ઞાનિકોનાં પણ શંકાસ્પદ મૃત્યુ નિપજ્યા હતા. ક્રાયોજેનીક એન્જીન ડેવલોપમેન્ટ પર કામ કરતાં નામ્બી નારાયણાન પર જાસુસીનાં આરોપો લાગ્યા હતા. આ તમામ આરોપો બાદમાં લાગ્યા હતા. આ તમામ આરોપો બાદમાં નકારવામાં આવ્યા હતા. પરંતુ ત્યાં સુધી ક્રાયોજેનીક કાર્યક્રમને મોટો ધક્કો પહોંચી ચૂક્યો હતો.
ફરી પરમાણુ કાર્યક્રમની જ વાત કરીએ તો ૨૦૦૯માં લોકનાથન મહાલિંગમ નામના કેગા એટોમીક પાવર સ્ટેશનમાં કાર્યરત વૈજ્ઞાનિક અચાનક ગુમ થઈ ગયા હતા. જે પાંચ દિવસ બાદ મૃત હાલતમાં નદીમાંથી મળી આવ્યા હતા.
એ જ ઘટનાના થોડાં અઠવાડીયા અગાઉ અન્ય એક યુવા વૈજ્ઞાનિક પણ મૃત હાલતમાં મળ્યા હતા. બીએઆરસીનાં એમ ઐય્યર નામનાં એન્જીનીયર વર્ષ ૨૦૧૦માં તથા વૈજ્ઞાનિક ઊમારાવ મૃત હાલતમાં ઘરમાંથી મળ્યા હતા.
ભારતનાં શત્રુઓ વિકાસને રોકવા, અણુ યોજનાઓ ખોરંભે ચડાવવા તથા સંરક્ષણની દૃષ્ટિએ મહત્ત્વનાં હોય તેવાં સ્થળો અને વ્યક્તિઓને નિશાન બનાવવા પ્રયત્ન કરતાં રહે છે. મોટેભાગે તેમાં નિષ્ફળ રહે છે પરંતુ ક્યારેક આગળ જણાવ્યા તેવાં બનાવો બનતાં હોય છે.