Western Times News

Gujarati News

ભારતમાં આજના જ દિવસે ચિપકો આંદોલન થયું હતું

નવી દિલ્હી: ભારતના ઇતિહાસમાં ૧૯૭૦ના દશકમાં થયેલું ચિપકો આંદોલન ખૂબ પ્રભાવી અંદોલનોમાંથી એક છે. આ આંદોલન ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના જંગલોમાં વૃક્ષ કાપણીને રોકવા હાથ ધરાયુ હતું. આ આંદોલન ૨૬ માર્ચ ૧૯૭૪ના રોજ ગઢવાલ હિમાલયના લાતા ગામમાં ગોરા દેવીના નેતૃત્વમાં થયું હતું, જેમાં કુલ ૨૭ મહિલાઓએ ભાગ લઇ વૃક્ષ કાપણી રોકી હતી. આ આંદોલનનો હેતુ વ્યવસાય માટે કપાઈ રહેલા વૃક્ષોને બચાવવાનો હતો.

આ હેતુથી મહિલાઓ વૃક્ષને ચીપકી ગઈ હતી અને આખા દેશમાં ખળભળાટ મચી ગયો હતો. આ આંદોલન દ્વારા સ્થાનિક લોકો વન વિભાગ દ્વારા કાપણી કરાતા વૃક્ષો પર પોતાનો પરંપરાગત આધિકાર હોવાનું જણાવી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ આંદોલન વર્ષ ૧૯૭૩માં ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં શરુ થયું હતું. આ આંદોલનમો મોટી સંખ્યામાં મહિલાઓ જાેડાઈ હતી. આ આંદોલનનો પાયો વર્ષ ૧૯૭૦માં મશહૂર પર્યાવરણવિદ્દ સુંદરલાલ બહુગુણા, કામરેડ ગોવિંદસિંહ રાવત, ચંડીપ્રસાદ ભટ્ટ અને શ્રીમતી ગૌરદેવીના નેતૃત્વમાં નંખાયો હતો.

આ આંદોલનમાં ૨૬ માર્ચ ૧૯૭૪ના રોજ ૨૪૦૦ ઝાડ કપાવાના હતા. જ્યારે આ કંપની માટે હરાજી થઇ ત્યારે ગૌરાદેવીના નેતૃત્વમાં ૨૭ મહિલાઓએ તે લોકોને સમજાવવાના પ્રયત્નો કર્યા. પરંતુ તેમના ન માનવા પર મહિલાઓ ઝાડને ચીપકી ગઈ અને તેમને ચેલેન્જ આપી કે ઝાડ કાપતા પહેલા તેઓને કાપવા પડશે. ચિપકો આંદોલનના કારણે ઠેકેદારોએ પાછા ફરવું પડ્યું.

જે બાદ મહિલાઓએ વન વિભાગના અધિકારીઓ સામે પોતાની સમસ્યા રાખી અને સમગ્ર દેશમાં આ આંદોલન ચર્ચાનો વિષય બન્યું હતું. જેને લોકો ચિપકો આંદોલનની શરૂઆત માનતા હતા. આ ઘનતાની સીધી અસર તે સમયની ઉત્તર પ્રદેશની સરકાર પર થઇ. જેના કારણે તત્કાલીન સીએમ હેમવતી નંદન બહુગુણાએ આ મામલે વિચાર કરવા એક કમિટી બનાવી. આ કમિટીએ ઉત્તરાંચલના લોકોના હકમાં ર્નિણય આપ્યો. જેને લઈને આ ઘટનાથી બદલાવનો પાયો નંખાયો.

આ આંદોલનના કારણે તત્કાલીન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીએ હિમાલયી જંગલોમાં વૃક્ષોની કાપણી પર ૧૫ વર્ષનો પ્રતિબંધ લગાવી દીધો. જે બા આ આંદોલન હિમાચલ પ્રદેશ, કર્ણાટક, રાજસ્થાન, બિહાર સુધી ફેલાયું અને સફળ નીવડ્યું. એટલું જ નહીં આ આંદોલન હિમાલયના ક્ષેત્ર માટે પર્યાવરણ સંવેદનશીલતાને જગાવવા માટેનું પ્રતીક બન્યું. આ આંદોલનના ૪૭ વર્ષ બાદ આપણે જાેઈ રહ્યા છે કે આ વિસ્તારોમાં અવારનવાર ભૂસ્ખલન, ભૂકંપ અને પૂર આવતું રહે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.