Western Times News

Gujarati News

ભારતમાં એમેઝોન તેના સેલર્સ માટે ફ્રી કોવિડ-19 હેલ્થ ઇન્સ્યોરન્સની વ્યવસ્થા કરશે

પ્રતિકાત્મક

એક વર્ષ માટે વિનામૂલ્યે રૂ. 50,000 સુધીનું હેલ્થ કવર, ક્લેમ દરમિયાન કોઇપણ કો-પેમેન્ટની જરૂરિયાત નહીં

લાખ Amazon.in સેલર્સને ઇન્સ્યોરન્સ કવર મળશે –Amazon.in  ઉપર 1 જાન્યુઆરી, 2020 અને 1 મે, 2021 વચ્ચે એક્ટિવ લિસ્ટિંગ ધરાવતા તમામ સેલર્સ આ હેલ્થ ઇન્સ્યોરન્સ પોલીસી હેઠળ અરજી કરી શકશે

બેંગ્લોર, વર્ષ 2020માં પોતાના માર્કેટપ્લેસ સેલર્સ માટે કોવિડ-19 હેલ્થ ઇન્સ્યોરન્સ પોલીસીની વ્યવસ્થાને આગળ ધપાવતા Amazon.inએ જાહેર કર્યું છે કે તે એકો જનરલ ઇન્સ્યોરન્સ લિમિટેડ (એકો) મારફતે કોવિડ-19 હેલ્થ ઇન્સ્યોરન્સ કવરની વ્યવસ્થા કરી રહી છે, જે તેના Amazon.in માર્કેટપ્લેસ ઉપર રજીસ્ટર્ડ સેલર્સ માટે એકદમ ફ્રી છે.

Amazon.in આ ગ્રૂપ ઇન્સ્યોરન્સ પોલીસી માટેના પ્રીમિયમનો સંપૂર્ણ ખર્ચ ઉપાડશે, જે એક્ટિવેટ થયાં બાદ એક વર્ષ સુધી માન્ય રહેશે. Amazon.in ઉપર 1 જાન્યુઆરી, 2020 અને 1 મે, 2021 વચ્ચે એક્ટિવ લિસ્ટિંગ ધરાવતા સેલર્સ રૂ. 50,000 સુધીના કોવિડ-19 હોસ્પિટલાઇઝેસન અને તબીબી ખર્ચ ઉપર કવરેજ પ્રાપ્ત કરવા ગ્રૂપ પોલીસી માટે પોતાની નોંધણી કરાવી શકશે. વધુમાં ઇન્સ્યોરન્સ પોલીસી ડોમિસાલિટી ટ્રીટમેન્ટ ખર્ચને પણ આવરી લેશે, જે સૂચવ્યાં મૂજબ સમ એશ્યોર્ડ સુધીની રહેશે.

એમેઝોન ઇન્ડિયાના વાઇસ પ્રેસિડેન્ટ મનિષ તિવારીએ જણાવ્યું હતું કે, “અમે કોવિડ-19 સામે દેશની લડાઇમાં મદદરૂપ બનવા માટે કટીબદ્ધ રહ્યાં છીએ. હાલના પડકારજનક સમયમાં માર્કેટપ્લેસ સેલર્સને સહયોગ કરવાના ભાગરૂપે અમે તેમના લાભાર્થે આ કોવિડ-19 હેલ્થ ઇન્સ્યોરન્સ પોલીસી લેવા માટે સેલર્સને સક્ષમ બનાવી રહ્યાં છીએ.

અમે સમગ્ર ભારતમાં ગ્રાહકોની સુરક્ષિત સેવા કરવા માટે સખત પ્રયાસો કરી રહ્યાં છીએ તથા સુનિશ્ચિત કરવા માગીએ છીએ કે હાલના સમયમાં તેમને તબીબી ખર્ચની ચિંતા કરવી ન પડે. અમને આશા છે કે અમારા એકપણ માર્કેટપ્લેસ સેલર્સને તેનો ઉપયોગ કરવાની જરૂર ન પડે. આ પોલીસી સુનિશ્ચિત કરે છે કે જો તેમને જરૂર પડે તો વીમા દ્વારા તેમના મેડિકલ ખર્ચની કાળજી લેવાશે.”

Amazon.in મારફતે જ્વેલરીનું વેચાણ કરતાં કોલ્હાપુરના સ્વપ્નિલ દિલિપ વાશીકરે જણાવ્યું હતું કે, “Amazon.inએ ગત વર્ષે પૂરા પાડેલા કોવિડ-19 માટે હેલ્થ ઇન્સ્યોરન્સ પોલીસી કવરેજ મને ખૂબજ લાભદાયી નિવડ્યું હતું, વિશેષ કરીને મારા હોસ્પિટલાઇઝેશન ખર્ચને કવર કરવામાં. એકો દ્વારા ક્લેમની પ્રક્રિયા સરળ પ્રકારે હાથ ધરાઇ હતી અને મને અપાયેલી ખાતરી પ્રમાણે મેં સમગ્ર રકમ 7 દિવસમાં પ્રાપ્ત કરી હતી. હું બીજી સેલર્સને જો તેમની પાસે કવર ન હોય તો તેમને પણ કવર માટે અરજી કરવા વિનંતી કરું છું.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.