ભારતમાં એવું કંઇ ના થાય કે બાંગ્લાદેશના હિન્દુ પ્રભાવિત થાયઃ વડાપ્રધાન હસીના

ઢાકા, બાંગ્લાદેશમાં બુધવારના રોજ કોમિલ્લા જિલ્લામાં દુર્ગા પૂજાના કાર્યક્રમ દરમ્યાન પંડાલોમાં થયેલી તોડફોડ અને હિન્દુ મંદિરો પર હુમલાની ઘટનાને પ્રધાનમંત્રી શેખ હસીનાએ વખોડી નાંખી છે.
શેખ હસીનાએ આકરી નિંદા કરતાં કહ્યું કે જે કોઇપણ આ હુમલામાં સામેલ છે તેમને છોડાશે નહીં પછી તે કોઇપણ ધર્મના હોય. શેખ હસીનાએ તેની સાથે જ ભારતને પણ સતર્ક રહેવાનું કહ્યું છે. બીબીસી બાંગ્લાના રિપોર્ટ અનુસાર શેખ હસીનાએ કહ્યું કે ભારતમાં પણ એવું કંઇ થવું ના જાેઇએ જેની અસર બાંગ્લાદેશ પર પડે અને ત્યાંના હિન્દુ સમુદાયરને નુકસાન પહોંચે.
બાંગ્લાદેશના ચાંદીપુરના હાજીગંજમાં બુધવારના રોજ દુર્ગાપૂજા સમારંભ દરમ્યાન ભડડેલ સાંપ્રદાયિક હિંસામાં ૩ લોકોના મોત થયા અને અંદાજે ૬૦ લોકો ઘાયલ થયા. રિપોર્ટસના મતે એક ફેસબુક પોસ્ટમાં કુરાનના કથિત અપમાનના લીધે હિંસા ભડકી હતી અને ત્યારબાદ કેટલાંય દુર્ગાપૂજા પંડાલોમાં તોડફોડ થઇ.
બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઢાકામાં ઢાકેશ્વરી નેશનલ ટેમ્પલમાં યોજાયેલ કાર્યક્રમમાં સામેલ થયા. તેમણે પોતાના સંબોધનમાં કહ્યું હિન્દુ મંદિરોમાં અને દુર્ગા પૂજાના પંડાલોમાં થયેલા હુમલાને લઇ તેમણે કહ્યું કે કોઇ ફરક પડતો નથી કે આ ઉપદ્રવીઓનો ધર્મ કયો હતો. આ હુમલાની પાછળ એ લોકો છે જે પ્રજાનો વિશ્વાસ જીતવામાં નિષ્ફળ રહ્યા છે. શેખ હસીનાએ હુમલામાં સામેલ લોકોની વિરૂદ્ધ કાર્યવાહી કરવાનુ આશ્વાસન આપતા ભારતને પણ એક અપીલ કરી.
બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાએ કહ્યું કે દુનિયાભરમાં આતંકી ગતિવિધિઓ અને ચરમપંથ ઉભરી રહ્યા છે. ફકત આપણા દેશે જ નહીં પરંતુ પાડોશી દેશઓ પણ તેને લઇ એલર્ટ રહેવું જાેઇએ. તેમણે કહ્યું કે ભારતે આપણી આઝાદીની લડાઇમાં ખૂબ મદદ કરી છે અને તેના માટે આપણે હંમેશા કૃતજ્ઞ રહીશું. પરંતુ ભારતમાં પણ એવું કંઇ ના થવું જાેઇએ જેની અસર આપણા દેશ પર પડે અને આપણા દેશના હિન્દુ સમુદાયના લોકોને નુકસાન પહોંચે. તેને લઇ પણ થોડાંક એલર્ટ રહેવાની જરૂર છે.HS