ભારતમાં ઓમિક્રોનના કુલ કેસ ૬૫૩ઃ મહારાષ્ટ્ર-દિલ્હી ટૉપ પર

નવીદિલ્હી, ભારતમાં એક દિવસમાં કોરોના વાયરસના ૬,૩૫૮ નવા કેસ સામે આવ્યા છે. આ દરમિયાન ૬,૪૫૦ લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. હવે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને ૭૫,૪૫૬ થઈ ગઈ છે. જ્યારે કુલ રિકવરી રેટ ૯૮.૪૦ ટકા છે. દરમિયાન, દેશના ઘણા રાજ્યોમાં કોરોના વાયરસના નવા ઓમિક્રોન વેરિઅન્ટના કેસ વધી રહ્યા છે.
ભારતમાં આ નવા વેરિઅન્ટના કુલ કેસની સંખ્યા ૬૫૩ થઈ ગઈ છે. દિલ્હી અને મહારાષ્ટ્ર સૌથી વધુ પ્રભાવિત છે. ર્ંદ્બૈષ્ઠિર્હ વેરિઅન્ટના મોટાભાગના કેસો અહીં નોંધાયા છે. મહારાષ્ટ્રમાં ઓમિક્રોન વેરિઅન્ટના ૧૬૭ કેસ છે, જ્યારે દિલ્હીમાં ૧૬૫, કેરળમાં ૫૭, તેલંગાણામાં ૫૫ અને ગુજરાતમાં ૪૯ કેસ નોંધાયા છે.
ઓમિક્રોન વેરિઅન્ટમાંથી ડિસ્ચાર્જ/ટ્રાન્સફર/રિકવર થયેલા દર્દીઓની સંખ્યા મહારાષ્ટ્રમાં ૬૧, દિલ્હીમાં ૨૩, કેરળમાં ૧, તેલંગાણામાં ૧૦ અને ગુજરાતમાં ૧૦ છે. આ પાંચ રાજ્યો બાદ અન્ય અસરગ્રસ્ત રાજ્યોમાં રાજસ્થાન, તમિલનાડુ, કર્ણાટક, મધ્યપ્રદેશ અને ઓડિશાનો સમાવેશ થાય છે. ઓમિક્રોન વેરિઅન્ટ વધુ ઝડપથી ફેલાતો હોવાનું કહેવાય છે. જાે કે હજુ સુધી તેના ગંભીર લક્ષણો વિશે કોઈ માહિતી સામે આવી નથી.HS