ભારતમાં ઓમિક્રોન વાયરસની એન્ટ્રી: કર્ણાટકમાં બે કેસ નોંધાયા
બેંગલુરુ, કેન્દ્રીય આરોગ્ય સચિવે આજે ઓમિક્રોન વાયરસ સામે ભારતે આગમચેતીના તમામ પગલાંની માહિતી આપી હતી. બીજી બાજુ આંતર રાષ્ટ્રીય એરપોર્ટાે ઉપર વિદેશથી આવતાં અને ખાસ કરીને ઓમિક્રોન વાયરસનાં નોંધાયેલા કેસ વાળા દેશોનાં લોકોને આરોગ્ય ચકાસણી શરૂ કરવામાં આવી હતી.
એરપોર્ટ ઉપર જ આરટીપીસીઆર ટેસ્ટ કરાવ્યાં બાદ નેગેટીવ આવે તો જ એન્ટ્રી આપવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. સાવચેતી રાખવા છતાં ભારત દેશમાં ઓમિક્રોન વાયરસની એન્ટ્રી થઈ જતાં કેન્દ્રીય આરોગ્ય વિભાગ અને તમામ રાજ્યોનાં આરોગ્યવિભાગ સતર્ક બની ગયાં છે.
કર્ણાટકમાં બે વ્યક્તિઓનાં રિપોર્ટ લેબમાં મોકલવામાં આવ્યાં હતાં. આ બંને વ્યક્તિઓ વિદેશથી આવી હતી અને તેમના રિપોર્ટ આજે પોઝીટીવ આવતાં અને તેઓને ઓમિક્રોન વાયરસનો ચેપ લાગ્યો હોવાનું બહાર આવતાં જ તાત્કાલિક કેન્દ્રના આરોગ્ય વિભાગ દ્વારા પગલાં ભરવાની શરૂઆત કરી દેવામાં આવી છે. આગામી દિવસોમાં કેટલાંક આકરાં નિયંત્રણો લાદવામાં આવે તેવું સ્પષ્ટપણે મનાઈ રહ્યું છે.