Western Times News

Gujarati News

ભારતમાં ઓલિમ્પિક ગેમ્સ લાવવી એ મારું સપનું છે : નીતા અંબાણી

Mrs. Nita Ambani reliance industries

નવી દિલ્હી: ફુટબાૅલ સ્પોર્ટસ ડેવલપમેન્ટ ના ચેરપર્સન નીતા અંબાણીએ કહ્યું કે, ભારતમાં ઓલિમ્પિક રમતને લાવવાનું મારું સપનું છે. આ વાત નીતા અંબાણીએ વર્ચુઅલ સભાની બેઠકમાં કરી છે.

નીતા અંબાણીએ કહ્યું કે, ભારતમાં ઓલિમ્પિક રમતને લાવવું મારું સપનું છે. હું ભારતના એથલિટને વિશ્વ સ્તર પર ખુબ સારું પ્રદર્શન કરતા જાેવા માંગુ છું. નીતા અંબાણી આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ  સભ્ય છે. ખેલાડી તૈયાર કરવા માટે નીતા અંબાણીની આગેવાની હેઠળની ફાઉન્ડેશન શૈક્ષિણિક અને રમત-ગમતના પ્રોજેકટ ચલાવે છે.

જેની સાથે લાખો બાળકો જાેડાયેલા છે. આ પહેલા પણ નીતા અંબાણીએ ભારતીય રમત-ગમતને પ્રોત્સાહન આપવા માટે આવા ઘણા પગલા લીધા છે, જે પ્રશંસનીય છે. નીતા અંબાણીએ મહિલા ફૂટબોલરોને પણ ખૂબ જ મદદ કરી છે. આ સિવાય તેણે ક્રિકેટથી લઈ ફુટબોલ સુધી રોકાણ કર્યું છે.એક તરફ નીતા અંબાણી ક્રિકેટમાં આઈપીએલની ફેન્ચાઈઝી મુંબઈ ઈન્ડિયન્સના માલિક છે, તો બીજી તરફ ફુટબોલમાં ભારતની પ્રથમ ફેન્ચાઈઝી લીગ આઈએસએલ પણ તેની છે.  નીતા અંબાણી તેની રમતગમત પ્રત્યેની રુચિ અને કાર્યને ધ્યાનમાં રાખીને ફૂટબોલ સ્પોટ્‌ર્સ ડેવલપમેન્ટ લિમિટેડના ચેરપર્સનનું પદ આપવામાં આવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.