Western Times News

Gujarati News

ભારતમાં કોરોનાના કારણે બે કરોડ બાળકીઓનુ શિક્ષણ આવી શકે છે ખતરામાં

નવી દિલ્હી,કોરોના વાયરસ સ્કૂલમાં જતા વિદ્યાર્થીઓના શિક્ષણ પર પણ ગંભીર અસર પાડી શકે છે.ખાસ કરીને બાળકીઓનો અભ્યાસ તેના કારણે ખતરામાં છે.

રાઈટ ટૂ એજ્યુકેશન ફોરમના સેન્ટર ફોર બજેટ એન્ડ પોલિસી સ્ટડીઝ દ્વારા દેશના પાંચ રાજ્યોમાં ગર્લ્સ એજ્યુકેશન ઉપર સ્ટડી કરવામાં આવ્યો હતો અને તેના તારણો ડરાવે તેવા છે.આ સ્ટડીમાં સામે આવ્યુ છે કે, કોરોનાના કારણે દેશની બે કરોડ બાળકીઓનુ સ્કૂલ શિક્ષણ ખતરામાં આવી શકે છે.

આ સ્ટડીમાં યુપી, બિહરા, આસામ, તેલગંણા અને દિલ્હીના કેટલાક જિલ્લાઓમાં રહેતા 3000 કરતા વધારે પરિવારોને સામેલ કરવામાં આવ્યા છે.આ તમામ પરિવારો આર્થિક રીતે નબળી સ્થિતિ ધાવતા હતા.જેમાં 70 ટકા પરિવારોએ કબૂલ્યુ હતુ કે, અમારી પાસે બે ટંક ખાવાના પણ ફાંફા છે અને આવા સંજોગોમાં બાળકોનુ અને ખાસ કરીને બાળકીઓનુ ભણતર ખતરામાં છે.ટીએનએજર વિદ્યાર્થીનીઓ પૈકી 37 ટકાએ આ સર્વેમાં કહ્યુ હતુ કે, અમે હવે સ્કૂલે પાછા ફરી શકીશું કે નહી તે નક્કી નથી.

રાઈટ ટૂ એજ્યુકેશન હેઠળ 6 થી 14 વર્ષની વયના બાળકો માટે એક થી 8 ધોરણ સુધી નિશુલ્ક શિક્ષણની વ્યવસ્થા છે.જોકે બાળકીઓ તો ચાર વર્ષ પણ પૂરા કરી શકતી નથી.ઉપરાંત હાલમાં તો સ્કૂલ બંધ છે અને ડિજિટલ શિક્ષણ અપાઈ રહ્યુ છે.તેના કારણે નુકસાન બાળકીઓને જ થઈ રહ્યુ છે.કારણકે ઘરમાં ઓનલાઈન શિક્ષણ માટે એક ડિવાઈસ હોય તો છોકરીની જગ્યાએ છોકરાને અભ્યાસ માટે પ્રાથમિકતા અપાઈ રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.