Western Times News

Gujarati News

ભારતમાં કોરોનાના કેસોમાં ચિંતાજનક વધારાથી દહેશત

નવીદિલ્હી: સમગ્ર દુનિયામાં કોરોના વાયરસનો આતંક જારી છે ત્યારે ભારતમાં પણ કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યામાં ચિંતાજનકરીતે ઝડપી વધારો થઇ રહ્યો છે. આજે ભારતમાં વધુ ૧૪ કેસો પોઝિટિવ આવતા કેસોની સંખ્યા વધીને ૧૦૭ ઉપર પહોંચી ચુકી છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર મંત્રાલય દ્વારા આજે કોરોના વાયરસના સત્તાવાર આંકડા જારી કરવામાં આવ્યા હતા. કોરોના વાયરસનો શિકાર થયેલા લોકોમાં વિદેશી નાગરિકો પણ સામેલ છે. ઉત્તરપ્રદેશ, કર્ણાટક અને હરિયાણા જેવા રાજ્યોમાં ખતરનાક વાયરસના પેલાવવાને રોકવા સ્કુલ અને કોલેજાને આજે બંધ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.

કોરોના વાયરસના કેસો વધી રહ્યા છે ત્યારે કેન્દ્ર સરકાર અને જુદા જુદા રાજ્યોમાં પણ વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે. ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં ચીનના વુહાન શહેરથી કોરોના વાયરસની શરૂઆત થયા બાદથી ભારત સહિત દુનિયાના ૧૫૫ દેશોના કોરોના વાયરસે હાહાકાર મચાવી દીધો છે. અસરગ્રસ્તોની સંખ્યા રેકોર્ડ સપાટી ઉપર પહોંચી છે. ભારતમાં પણ આંકડો વધી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં ભારતમાં અનેક નવા કેસો નોંધાતા તંત્ર ચિંતાતુર છે. છેલ્લા અપટેડ બાદથી ૨૩ નવા પોઝિટિવ કેસ નોંધાઈ ચુક્યા છે.

મહારાષ્ટ્રમાં નવા ૧૭, તેલંગાણામાં બે, રાજસ્થાનમાં એક, કેરળમાં ત્રણ કેસો સપાટી ઉપર આવ્યા છે. આની સાથે જ કેસોની સંખ્યા ૧૦૭ ઉપર પહોંચી છે. નવ લોકોને સ્વસ્થ કરવામાં આવ્યા બાદ રજા આપી દેવામાં આવી છે. મોતનો આંકડો બે નોંધાયો છે. કોરોના વાયરસના ફેલાવવાને રોકવા દેશમાં યુદ્ધના ધોરણે પગલા લેવાઈ રહ્યા છે. પોતાના નાગરિકોને બહારથી પણ ખસેડવામાં આવી ચુક્યા છે. વિરોધ પક્ષો પણ પ્રશંસા કર્યા વગર રહી શક્યા નથી. ભારતમાં હજુ સુધી ૭૦૦૦૦ સેમ્પલોના ટેસ્ટ થઇ ચુક્યા છે. ૩૫૦૦૦ લોકોને કોમ્યુનિટી સર્વેલાન્સ પર રાખવામાં આવ્યા છે.

આઈસીએમઆરના વૈજ્ઞાનિક ગંગા ખેડકરે કહ્યું છે કે, હજુ અમારી પાસે એક લાખ કિટ ઉપલબ્ધ છે. બે લાખથી વધારે કિટના આદેશ આપવામાં આવી ચુક્યા છે. સેમ્પલ ટેસ્ટ માટે ૬૫ લેબ ઉભી કરવામાં આવી છે જ્યારે સેકન્ડરી ટેસ્ટ કરવા માટે ૩૨ લેબ ઉભી કરવામાં આવી છે.

આ તમામ ચીજા દર્શાવે છે કે, ભારતમાં કોરોના સામે લડવામાં વધુ જારદારરીતે કાર્યવાહી થઇ રહી છે. ભારતમાં કોરોના વાયરસના કેસો મહારાષ્ટ્રમાં સૌથી ઝડપથી વધ્યા છે. આજે આ સંદર્ભમાં આંકડા પણ જારી કરવામાં આવ્યા હતા.  મહારાષ્ટ્રમાં હોટઝોન તરીકે સપાટી ઉપર આવતા હાહાકાર મચી ગયો છે. કેરળમાં ૨૨ અને મહારાષ્ટ્રમાં ૨૨ કેસ નોંધાઈ ચુક્યા છે. કોરોના વાયરસના આતંકને રોકવા માટે જુદા જુદા રાજ્યોમાં એરપોર્ટ ઉપર પણ કઠોર ચકાસણી થઇ રહી છે. ૨૨મી જાન્યુઆરીના દિવસથી જ ચકાસણીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. ભારતમાં શરૂઆતથી જ આઈસોલેશન કેમ્પની વ્યવસ્થા કરવામાં આવી છે. આજ કારણસર વિદેશમાંથી ખસેડવામાં આવેલા લોકોને આઈસોલેશનમાં રાખવામાં આવી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.