Western Times News

Gujarati News

ભારતમાં કોરોનાના મામલામાં વધારો, ૨૪ કલાકમાં ૮૬ હજારથી વધુ કેસ નોંધાયા

નવીદિલ્હી, મંગળવારની સરખામણીમાં બુધવારે કોરોના સંક્રમણમાં વધારો જાેવા મળ્યો કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જારી આંકડા અનુસાર ગત ૨૪ કલાકમાં ૮૬ હજારથી વધુ પોઝીટીવ કેસ સામે આવ્યા છે જયારે આ મહામારીએ ૧૧૦૦થી વધુ દર્દીઓના જીવ લઇ લીધા છે આ સાથે જ દેશમાં અત્યાર સુધી કુલ મામલા ૬૩ લાખને પાર થઇ ગયા છે. કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર ગત ૨૪ કલાકમાં કુલ ૮૬,૮૨૧ નવા પોઝીટીવ કેસ સામે આવ્યા છે અને આ મહામારીએ ૧૧૮૧ દર્દીના જીવ લઇ લીધા છે.

આ સાથે જ કુલ મામલાની વાત કરીએ તો કુલ સંખ્યા ૬૩,૫૮૫ થઇ ગયા છે. તેમાં ૯,૪૦,૭૦૫ એકિટવ કેસ છે જયારે કોરોનાથી આ જંગમાં ૫૨,૭૩,૨૦૨ લોકોને જીત મળી છે એટલે કે તેઓ સ્વસ્થ થઇ ગયા છે અથવા તો તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે કોરોનાના કારણે ભારતમાં અત્યાર સુધી ૯૮,૬૭૮ દર્દીઓના મોત થયા છે. મહારાષ્ટ્રમાં કોરોનાના વાયરસ સંક્રમણના ૧૮૩૧૭ નવા મામલા સામે આવ્યા છે જે બાદ આ સંક્રમિતોી સંખ્યા બુધવારે ૧૩,૮૪,૪૪૩ થઇ ગઇ છે આરોગ્ય વિભાગે તેની માહિતી આપી વિભાગે કહ્યું કે પ્રદેશમાં ૪૮૧ લોૅૅકોના મોત થયા જેથી આ સંક્રમણથી અત્યાર સુધી મૃત્યુ પામનારાઓની સંખ્યા વધી ૩૬,૬૬૨ થઇ ગઇ છે.

વિભાગે કહ્યું કે ૪૮૧ મોતોથી ૨૩૭ લોકોના મોત ગત ૪૮ કલાક દરમિયાન થયા છે જયારે ૧૧૫ સંક્રમિતોએ એક અઠવાડીયા પહેલા દમ તોડયો છે. વિભાગે કહ્યું કે ૧૨૯ અન્ય લોકોના મોત આ પહેલા થયા છે તેમાં કહેવામાં આવ્યું છે કે આજ દિન સારવાર બાદ કુલ ૧૯,૧૬૩ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે જેથી સંક્રમણમુકત થનારા દર્દીઓની કુલ સંખ્યા ૧૦,૮૮,૩૨૨ થઇ ગઇ છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.