ભારતમાં કોરોનાના ૧૨૦થી વધુ મ્યુટેશન મળ્યા, ૮ સૌથી ખતરનાક
ડબલ્યુએચઓએ જે ખતરનાક વેરિએન્ટના નામ જણાવ્યા તે આલ્ફા, બીટા, ગામા, ડેલ્ટા પ્લસ, કાપા, ઇટા અને લોટા છે, આ બધા દેશમાં મળી ચૂક્યા છે
નવી દિલ્હી: દેશભરમાં અત્યાર સુધી કોરોના વાયરસના ૩૮ કરોડથી વધુ સેમ્પલના ટેસ્ટ થઇ ચૂક્યા છે, પરંતુ તેમાંથી ફક્ત ૨૮ હજારની જીનોમ સીક્વેંસિંગ અત્યાર સુધી થઇ શકી છે. આ સ્ટડીમાં સામે આવ્યું છે કે કોરોના વાયરસના ૧૨૦ થી વધુ મ્યૂટેશન અત્યાર સુધી ભારતમાં મળી ચૂક્યા છે. તેમાંથી ૮ સૌથી વધુ ખતરનાક છે. જાેકે વૈજ્ઞાનિકો અત્યાર સુધી ૧૪ મ્યૂટેશનની તપાસમાં લાગેલા છે. તમને જણાવી દઇએ કે સ્વાસ્થ્ય સંગઠનએ જે ખતરનાક વેરિએન્ટના નામ બતાવ્યા છે.
તે આલ્ફા, બીટા, ગામા, ડેલ્ટા પ્લસ, કાપા, ઇટા અને લોટા છે. આ બધા વેરિન્ટ દેશમાં મળી ચૂક્યા છે. આ વેરિએન્ટમાં કોઇના કેસ વધુ છે તો કોઇના ઓછા છે. દેશભરની ૨૮ લેબમાં તેમની સીક્વેંસિંગ ચાલી રહી છે. વેરિએન્ટના પ્રારંભિક રિપોર્ટના પરિણામ ખૂબ ચોંકાવનારા છે. સૂત્રોના અનુસાર ભારતમાં ડેલ્ટા સાથે કાપા વેરિએન્ટ પણ છે. ગત ૬૦ થી ૭૬ ટકા સેમ્પલમાં તેમની પુષ્ટિ થઇ ચૂકી છે. જાણી લો કે જીનોમ સીક્વેસિંગની મદદથી જ વૈજ્ઞાનિક કોરોના વાયરસમાં થનાર ફેરફારને સમજી શકે છે. દરેક રાજ્યમાં ૫ ટકા સેમ્પલના જીનોમ સીક્વેંસિંગ થવું જરૂરી છે,
પરંતુ અત્યારે એ પણ ૩ ટકા થઇ રહ્યું નથી. અત્રે ઉલ્લેખનીય છે કે દેશમાં અત્યાર સુધી ૨૮ હજાર ૪૩ હજાર્ના જીનોમ સીક્વેંસિંગ કરવામાં આવ્યું છે. જેમાં ડેલ્ટા પ્લસ અને કાપાના ગંભીર મ્યૂટેશન મળી આવ્યા છે. વૈજ્ઞાનિકોએ ડેલ્ટા પ્લસ, બીટા અને ગામા મ્યૂટેશનને સૌથી ખતરનાક ગણવામાં આવે છે. આ મ્યૂટેશન ઝડપથી ફેલાય છે અને લોકોમાં એંટીબોડી પર હુમલો કરે છે. કોરોના વાયરસના મ્યૂટેશન પર વૈજ્ઞાનિકોની સ્ટડી ચાલુ છે.
તમને જણાવી દઇએ કે ગત ૬૦ દિવસમા૬ ૭૬ ટકા સેમ્પલ ડેલ્ટા વેરિએન્ટ મળી આવ્યા છે. તો બીજી તરફ આઠ ટકા સેમ્પલમાં કાપા વેરિન્ટ મલ્યો છે. કોરોના વારંવાર ઝડપથી પોતાનું રૂપ બદલી રહ્યો છે. આ ઉપરાંત ૫ ટકા સેમ્પલમાં આલ્ફા વેરિએન્ટ પણ મળી આવ્યો છે.