ભારતમાં કોરોનાની ગતિ ધીમી થઇ રહી છે, ગત આઠ દિવસથી સતત એક હજારથી ઓછા મૃત્યુ
નવીદિલ્હી: ભારતમાં કોવિડ ૧૯થી બહાર આવનારા દર્દીઓની સંખ્યા ૬૦ લાખના આંકડાને પાર કરી ગઇ છે. જયારે આ મહામારીથી સતત આઠમા દિવસે એક હજારથી ઓછા દર્દીઓના મોત થયા છે. દેશમાં કોવિડ ૧૯ના એકિટવ કેસોની સંખ્યા સતત ત્રણ દિવસોથી નવ લાખના આંકડાથી ઓછી બની ગઇ છે.જયારે ગત ૨૪ કલાકમાં ૯૧૮ વધુ લોકોના મોત થયા બાદ કુલ મૃત્યુ આંક વધીને ૧,૦૮, ૩૩૪ થઇ ગયો છે.
ભારતમાં કોવિડ ૧૯થી બહાર આવનારાઓની સંખ્યા વધી રહી છે. આ સાથે જ ભારત કોવિડ ૧૯ના દર્દીઓની મોટા ભાગની સંખ્યામાં સંક્રમણ મુકત થવાની સાથે વિશ્વમાં અગ્રણી સ્થાન બનાવવામાં આવ્યું છે મંત્રાલયે કહ્યું કે જે વરિષ્ઠ પાંચ રાજયોમાં કોવિડ ૧૯ના મોટાભાગના દર્દી છે. કુલ એકિટવ કેસના ૬૧ ટકા જયાં અડધાથી વધુ દર્દી ૫૪.૩ ટકા સ્વસ્થ થયા છે.
મૅત્રાલયની વેબસાઇટ પર જારી કરવામાં આવેલા આંકડા અનુસાર ગત ૨૪ કલાકમાં ભારતમાં કોવિડ ૧૯થી બહાર આવનારા દર્દીઓની સંખ્યા વધી ૬૦,૭૭,૯૭૬ થઇ ગઇ આ રીતે સંક્રમણ મુકત થવાના દર ૮૬.૧૭ ટકા છે જયારે સંક્રમણના ૭૪,૩૮૩ નવા મામલા આવ્યા બાદ કુલ સંક્રમિતોની સંખ્યા વધી ૭૦,૫૩,૮૦૬ થઇ ગઇ છે. મંત્રાલયે કહ્યું કે ગત સતત આઠ દિવસોથી ૧ હજારથી ઓછા દર્દીઓના મોત થયા છે આંકડા અનુસાર દેશમાં હજુ કુલ મામલાના ૧૨.૩૦ ટકા એકિટવ કેસ છે દેશમાં ગત ૨૪ કલાકમાં સૌથી વધુ મામલા કેરલમાં ૧૧,૦૦૦થી વધુ સામે આવ્યા છે ત્યારબાદ મહારાષ્ટ્રનું સ્થાન છે. ગત ૨૪ કલાકમાં જે ૯૧૮ લોકોના મોત થયા છે
તેમાંથી મહારાષ્ટ્રમાં ૩૦૮, કર્ણાટકમાં ૧૦૨, તમિલનાડુમાં ૬૭,પશ્ચિમ બંગાળમાં ૬૨, ઉત્તરપ્રદેશમાં ૬૦, દિલ્હીમાં ૪૮ છત્તીસગઢમાં ૩૯ અને આંધ્રપ્રદેશમાં ૩૫ લોકોના મોત નિપજયા છે દેશમાં સંક્રમણના કારણે અત્યાર સુધી કુલ ૧,૦૮,૩૩૪ લોકોના મોત થયા હતાં જેમાં મહારાષ્ટ્રમાં ૪૦,૦૪૦ તમિલનાડુમાં ૧૦,૧૮૭ કર્ણાટક માં ૯, ૮૯૧ ઉત્તરપ્રદેશમાં ૬, ૩૫૩ આંધ્રપ્રદેશમાં ૬,૧૯૪ દિલ્હીમાં ૫,૭૪૦ પશ્ચિમ બંગાળમાં ૫,૫૬૩ પંજાબમાં ૩, ૭૯૮ અને ગુજરાતમાં ૩૭૭૫ લોકોના મોત નિપજયા છે. સરકાર દ્વારા કોરોનાને અટકાવવા માટે પ્રયાસો કરવામાં આવ્યા હતાં.