Western Times News

Gujarati News

ભારતમાં કોરોનાની ત્રીજી લહેર આવશે, ક્યારે એ ન કહી શકાય

નવી દિલ્હી: દેશમાં કોરોના સંક્રમણની બીજી લહેર વચ્ચે હવે ત્રીજી લહેરને લઈને તૈયારી શરૂ થવા જઈ રહી છે. કેન્દ્ર સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર વિજય રાઘવને કહ્યુ કે, દેશમાં કોરોનાની ત્રીજી લહેર પણ આવશે. પરંતુ તે ક્યારે આવશે તેનો ખ્યાલ નથી. પરંતુ નવી લહેરોની તૈયારી શરૂ કરવાની જરૂર છે.

કેન્દ્ર સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર વિજય રાઘવને પત્રકાર પરિષદમાં કહ્યુ કે, ભારતમાં કોરોનાની ત્રીજી લહેર જરૂર આવશે, તેનો કોઈ રોકી શકશે નહીં. પરંતુ આ લહેર ક્યારે આવશે તે કહેવું મુશ્કેલ છે. પરંતુ આપણે તે માટે તૈયાર રહેવું પડશે.

કેન્દ્ર સરકારે કહ્યું કે, કેટલાક રાજ્યોમાં કોરોનાના કેસોમાં કમીના સંકેત જરૂર મળ્યા છે, પરંતુ ૧૨ રાજ્યોમાં હજુ પણ ૧ લાખથી વધુ એક્ટિવ કેસ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવે બુધવારે કહ્યુ કે, દેશના ૧૦ રાજ્યોમાં પોઝિટિવિટી રેટ ૨૫ ટકાથી વધુ છે અને હજુ તેમાં વધુ કામ કરવાની જરૂર છે.

લવ અગ્રવાલે જણાવ્યુ કે, એક દિવસ પહેલાના મુકાબલે ૨.૪ ટકા કેસ વધ્યા છે તો કોઈ રાજ્યમાં વધુ મોત થયા છે. સંયુક્ત સચિવે પત્રકાર પરિષદમાં કહ્યું, ઘણા રાજ્યોમાં એક દિવસ પહેલાના મુકાબલે મોતોમાં વૃદ્ધિ જાેવા મળી છે. મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્ર, દિલ્હી, હરિયાણામાં વધુ મોત થયા છે.

સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જણાવવામાં આવ્યું કે, કર્ણાટક, કેરલ, આંધ્ર પ્રદેશ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન અને બિહારમાં કોરોનાના પ્રતિદિન આવતા કેસોમાં તેજીનું વલણ છે. લવ અગ્રવાલે કહ્યુ, કેટલાક વિસ્તારને લઈને ચિંતા છે. બેંગલુરૂમાં એક સપ્તાહમાં આશરે ૧.૪૯ લાખ કેસ સામે આવ્યા છે. ચેન્નઈમાં ૩૮ હજાર કેસ આવ્યા છે.

ભારતમાં કોરોના વિરુદ્ધ રસીકરણની અભિયાનની શરૂઆતથી લઈને અત્યાર સુધી રસીના ૧૬ કરોડથી વધુ ડોઝ આપવામાં આવી ચુક્યા છે. આ સિદ્ધિ હાસિલ કરવામાં ૧૦૯ દિવસનો સમય લાગ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આ જાણકારી આપી છે. ભારતની તુલનામાં અમેરિકાએ આ કારનામુ ૧૧૧ દિવસ અને ચીને ૧૧૬ દિવસમાં કર્યુ હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.