Western Times News

Gujarati News

ભારતમાં કોરોનાની ત્રીજી લહેર ધીમે ધીમે ખતમ થઈ રહી છે

દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૫,૧૦૨ નવા કેસ નોંધાયા -છેલ્લા ૨૪ કલાકમાં ૩૧,૩૭૭ લોકો સાજા થયા છે, એક્ટિવ કેસની સંખ્યા ઘટીને ૧,૬૪,૫૨૨ થઈ છે, દૈનિક પોઝિટિવિટી રેટ ૧.૨૮ ટકા છે

નવી દિલ્હી, ભારતમાં કોરોનાની ત્રીજી લહેર ધીમે ધીમે ખતમ થઈ રહી છે. દૈનિક કેસમાં નોધપાત્ર ઘટાડો થઈ રહ્યો છે. સતત ચોથા દિવસે કોરોનાના ૨૦ હજારથી ઓછા નવા કેસ નોંધાયા છે.ગઈકાલની તુલનામાં આજે કોરોના કેસમાં વધારો થયો છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૫,૧૦૨ નવા કેસ નોંધાયા છે અને ૨૭૮ સંક્રમિતોના મોત થયા છે, જ્યારે ૩૧,૩૭૭ લોકો સાજા થયા છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને ૧,૬૪,૫૨૨ થઈ છે. દૈનિક પોઝિટિવિટી રેટ ૧.૨૮ ટકા છે.

ગઈકાલે દેશમાં ૧૩,૪૦૫ નવા કેસ ને ૨૩૫ લોકોના મોત થયા હતા. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૧,૮૩,૪૩૮ ટેસ્ટ કરવામાં આવ્યા હોવાનું સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે. કેરળમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૫૬૯૧ કેસ નોંધાયા છે અને ૧૦ લોકોના મૃત્યુ થયા છે તથા ૧૦,૮૫૧ લોકોએ કોરોનાને મ્હાત આપી છે.

રાજ્યમાં કુલ મૃત્યુઆંક ૬૪,૪૦૩ પર પહોંચ્યો છે, જ્યારે એક્ટિવ કેસ ૫૩,૫૯૭ છે. સોમવારે કેરળમાં ૪૦૬૯ કેસ અને ૧૧ લોકોના મોત થયા હતા. ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૩૬૭ કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો ૩૯૨૫ પર પહોંચી ગયો છે.

રાજ્યમાં ૩૬ લોકો વેન્ટીલેટર પર છે. ૩૮૮૯ લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં ૧૨૦૬૪૪૫ લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી ૧૦૯૦૬ લોકોના મોત થયા છે. રાજ્યમાં સંક્રમણથી વધુ ૪ લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં કુલ ૧,૨૦,૬૪૪૫ દર્દીઓ રિકવર થઇ ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ ૯૮.૭૯ ટકાએ પહોંચી ચુક્યો છે. અત્યાર સુધીમાં કુલ ૧૦,૨૪,૭૫,૭૮૮ કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.