Western Times News

Gujarati News

ભારતમાં કોરોનાનું જોખમ કેમ ઓછું છે ?

ભારતના લોકોના જીન્સમાં કોવિડ-9 ને રેઝિસ્ટ કરવાનો ગુણ છે. અને હાઈજીનમાં લોઅર લેવલ હોવાથી ભારતીય લોકો આવા વાઈરસથી લડવા માટે વધારે ટેવાયેલા છે. દેશી ગાયનું દૂધ-દહીં અને ઘી નું પ્રમાણ ભારતીયોના ભોજનમાં વધારે હોવાથી તે પણ એન્ટી વાઈરલ છે. તે સિવાય ભારતીયો તીખું ખાવા ટેવાયેલા હોવાથી સી-19 વાઈરસથી થતા લંગ ઈન્ફેક્શન સામે તે જોરદાર લડત આપે છે. ભારતીયોની નમસ્તે કરવાની પદ્ધતિ અને એકબીજાને નહીં ભેટવાની મર્યાદા પણ તેમને ઘણા રોગોમાંથી બચાવે છે.

સામાજીક વિવાહ પદ્ધતિને કારણે મોટા ભાગે ભારતીયો મર્યાદામાં રહેતા હોવાથી તેઓ ઘણા રોગોથી બચી જતા હોય છે. વિદ્વાન વૈદ્યરાજ શ્રી ભાષ્કરભાઈ હર્ડીકર કાયમ કહેતા કે જેઓ પોતાના વીર્યની રક્ષા કરે છે તેમને આ વાઈરસના રોગો નજદીક નથી આવી શકતા. આધુનિક વિકાસના કહેવાતા રોગો મોટેભાગે અબ્રહ્મના વધારે પડતા સેવનથી થતા હોય છે. એટલે હાથ ધોવા કે સેનેટાઈઝર વાપરવાની સાથે વધારેમાં વધારે બ્રહ્મચર્ય પાળવું હાલના સંજોગોમાં વધારે હિતાવહ છે. માત્ર ત્રણ દિવસમાં અબ્રહ્મનું સેવન નહીં કરવાથી શરીરમાં અનેક પ્રકારની ઈમ્યુનિટિઝ પેદા થાય છે તેવું આયુર્વેદના ગ્રંથો જણાવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.