ભારતમાં કોરોનાનો આંકડો ૭ લાખને પાર પહોંચી ગયો
નવીદિલ્હી, દેશમાં કોરોનાના દર્દીઓનો આંકડો ૭,૦૦,૦૦૦ ઉપર પહોંચી ગયો છે. આરોગ્ય મંત્રાલય તરફથી મંગળવારે સવારે જાહેર કરાયેલા અપડેટ મુજબ, દેશમાં કુલ કોરોના દર્દીઓનો આંકડો ૭,૧૯,૬૫૫ થઇ ગયો છે, જેમાં ૨૦, ૧૬૦ લોકોના મૃત્યું થયા છે. કોરોનાથી અત્યાર સુધીમાં ૪,૪૦,૦૦૦ લોકો ઠીક થઇ ગયા છે, જ્યારે અંદાજે ૨,૬૦,૦૦૦ એક્ટિવ કેસ છે.
છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૨૨,૨૫૨ નવા કેસ સામે આવ્યાં છે જ્યારે ૪૬૭ લોકોનાં મૃત્યું થયા છે આઇસીએમઆરના જણાવ્યાં મુજબ ૬ જુલાઇ સુધી ૧ કરોડ ૨ લાખ ૧૧ હજાર ૯૨ સેમ્પલનો ટેસ્ટ કરવામાં આવી ચૂક્યો છે. જેમાં ૨ લાખ ૪૧ હજાર ૪૩૦ સેમ્પલનો ટેસ્ટ માત્ર ૬ જુલાઇ સુધીમાં કરવામાં આવ્યો હતો, જેમાં ૨૨ હજારથી વધારે લોકો પોઝિટિવ નિકળ્યાં છે.
દેશમાં કોરોનાનું સૌથી મોટું સેંટર હજુ પણ મહારાષ્ટÙ બનેલું છે. જો આંકડાની વાત કરીએ તો છેલ્લા ૨૪ કલાકમાં મહારાષ્ટ્રમાં ૫,૩૬૮ નવા દર્દીઓ સામે આવ્યાં છે, જ્યારે ૨૦૪ દર્દીઓના મૃત્યું થયા છે. રાજ્યમાં કોરોનાના કુલ દર્દીઓનો આંકડો ૨,૧૧,૯૦૦થી ઉપર થઇ ગયો છે, જ્યારે ૯,૦૨૬ દર્દીઓના મૃત્યું થયા છે