ભારતમાં કોરોનાનો વિસ્ફોટ: કુલ કેસ ૪૦ લાખને પાર પહોંચ્યો

નવીદિલ્હી, ભારતમાં અત્યારે કોરોના વાયરસને લઇને સૌથી પ્રભાવિ દેશોમાંનો એક છે ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ૪૦ લાખને પાર પહોંચી ગઇ છે.૨૪ કલાકમં દેશમાં કોરોનાના ૮૩૩૪૧ કેસ આવ્યા છે સતત ત્રીજા દિવસે એક જ દિવસમાં ૮૦ હજારથી વધારે કેસ આવ્યા છે દુનિયામાં લગભગ સૌથી વધારે કેસમં ભારત ત્રીજા નંબરે છે પહેલા નંબરે અમેરિકા બીજા નંબરે બ્રાઝીલ છે કોરોનાથી મૃત્યુ પામનારાની સંખ્યા પણ ૧૦૦૦થી વધારે રહી છે.
મહારાષ્ટ્ર આંધ્રપ્રદેશ કર્ણાટક અને તમિલનાડુમાં એક જ દિવસમાં સૌથી વધારે દર્દીઓની સંખ્યા નોધાઇ છે.આરોગ્ય મંત્રાલય અનુસાર આ પાંચ રાજયો એવા છે જયાં કુલ કેસના ૬૨ ટકા દર્દીઓ જાેવા મળી રહ્યાં છે. ભારતમાં શ્કરવારે કોરોનાથી સ્વસ્થ થયેલા દર્દીઓની સંખ્યા ૩૦ લાખને પારપહોંચી છે સ્વસ્થ થવાની સાથે ૭૭ ટકા દર્દીઓ રાહત મળેવી ચુકયા છે ભારતમાં કોરોનાથી સ્વસ્થ થયેલા રોગીની સંખ્યા ૩૦,૩૭,૧૫૧ પહોંચી છે.કેન્દ્રીય સ્વાસ્થ મંત્રાલય શુક્રવારે આ જાણકારી આપી છે કે કોરોના સંક્રમણથી રાહત પામનારા દર્દીઓની સંખ્યા વધી રહી છે કોરોના દર્દીઓ માટે ખાસ પ્રોટોકોલ તૈયાર કરાયા છે અને તેના પર ધ્યાન આપનારા દર્દીઓની સંખ્યા વધી રહી છે કોરોનાના દર્દીઓ માટે ખાસ પ્રોટોકોલ તૈયાર કરાયા છે અને તેની પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે જેના કારણે ભારતમાં સંક્રમણના કેસમાં મૃત્યુ વૈશ્વિક રીતે ઝડપથી ઘટી રહ્યો છે સારવાર લઇ રહેલા દર્દીઓમાં ૦.૫ ટકાથી પણ ઓછા દર્દીઓ વેન્ટિલેટર પર છે.
દેશમાં ૨૪ કલાકમાં કોરોનાવાયરપસથી ૬૬૬૫૯ દર્દીઓના સ્વસ્થ થવાની સાથે ભારત સતત આઠમાં દિવસે ૬૦૦૦૦થી વધારે દર્દીના સંક્રમણથી બહાર આવવાનો માર્ગ શોધી રહ્યાં છે મંત્રાલયે કહ્યું કે કોરોના રોગીના સ્વસ્થ થવાો દર ૭૭.૧૫ ટકા છે.જે દર્શાવે છે કે છેલ્લા અનેક મહિનાથી કોરોના સંક્રમણથી સાજા થનારા દર્દીઓની સંખ્યા વધી રહી છે.HS