Western Times News

Gujarati News

ભારતમાં કોરોનાનો સકંજો વધુ મજબુત : મુંબઇમાં એકનુ મોત

File Photo

દેશમાં હજુ સુધી ૧૩૨ પોઝિટીવ કેસો, કુલ મૃતાંક વધીને ત્રણ થયોઃદેશભરમાં ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશ સહિત કુલ ૧૪ રાજ્યો કોરોનાના સકંજામાં આવી ગયા છે : સિનેમાહોલ, મલ્ટીપ્લેક્સ અને મોલ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ

નવીદિલ્હી, સમગ્ર દુનિયામાં ભારે હાહાકાર મચાવી રહેલા કોરોના વાયરસના કેસો ભારતમા ંપણ હવે ઝડપથી અને ચિંતાજનકરીતે વધી રહ્યા છે. વધતા જતા કેસો વચ્ચે જુદા જુદા જુદા રાજ્યો દ્વારા તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. સાવચેતીરૂપે દેશભરમાં હવલે સિનેમાહોલ, મલ્ટીપ્લેક્સ અને મોલ જવા પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યા છે. ભીડ એકત્રિત થઇ શકે તેવા તમામ કાર્યક્રમ પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. ભારતમાં કોરોના વાયરસના નવા કેસોની સાથે જ સંખ્યા વધીને ૧૩૨ ઉપર પહોંચી ગઇ છે.

ભારતમાં કોરોના વાયરસના કારણે બે લોકોના મોત થયા છે અને ૧૩ દર્દીઓ સ્વસ્થ પણ થઇ ચુક્યા છે. ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશ સહિત ૧૨ રાજ્યો કોરોનાના સકંજામાં આવી ગયા છે. ભારતમાં કોરોનાના સૌથી વધારે કેસો મહારાષ્ટ્રમાં નોંધાયા છે. જ્યાં કેસોની સંખ્યા વધીને ૪૦ ઉપર પહોંચી ચુકી છે. ભારતમાં ૧૭ વિદેશી લોકો પણ કોરોના વાયરસના સકંજામાં આવી ગયા છે. ભારતમાં કોરોના વાયરસને રોકવા માટે વિશ્વના અન્ય દેશોની તુલનામાં વધારે પગલા લેવામાં આવી રહ્યા છે. વિદેશમાં ફસાયેલા ભારતીયોને પણ પરત લાવવામાં આવી રહ્યા છે. ભારતમાં કોરોના વાયરસ થયા બાદ ૧૩ લોકો સ્વસ્થ થઇ ચુક્યા છે.

ભારતમાં કોરોનાના કારણે ત્રણેના મોત થયા છે. કોરોના વાયરસના કેસો વધી રહ્યા છે ત્યારે કેન્દ્ર સરકાર અને જુદા જુદા રાજ્યોમાં પણ વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે. ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં ચીનના વુહાન શહેરથી કોરોના વાયરસની શરૂઆત થયા બાદથી ભારત સહિત દુનિયાના ૧૬૨ દેશોના કોરોના વાયરસે હાહાકાર મચાવી દીધો છે. અસરગ્રસ્તોની સંખ્યા રેકોર્ડ સપાટી ઉપર પહોંચી છે.

ભારતમાં પણ આંકડો વધી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં ભારતમાં અનેક નવા કેસો નોંધાતા તંત્ર ચિંતાતુર છે. કોરોના વાયરસના ફેલાવવાને રોકવા દેશમાં યુદ્ધના ધોરણે પગલા લેવાઈ રહ્યા છે. પોતાના નાગરિકોને બહારથી પણ ખસેડવામાં આવી ચુક્યા છે. વિરોધ પક્ષો પણ પ્રશંસા કર્યા વગર રહી શક્યા નથી. ભારતમાં હજુ સુધી ૮૦ હજારથી વધારે સેમ્પલોના ટેસ્ટ થઇ ચુક્યા છે. ૩૫૦૦૦થી પણ વધારે કોમ્યુનિટી સર્વેલાન્સ પર રાખવામાં આવ્યા છે. આઈસીએમઆરના વૈજ્ઞાનિક ગંગા ખેડકરે કહ્યું છે કે, હજુ અમારી પાસે એક લાખ કિટ ઉપલબ્ધ છે. બે લાખથી વધારે કિટના આદેશ આપવામાં આવી ચુક્યા છે. સેમ્પલ ટેસ્ટ માટે ૬૫ લેબ ઉભી કરવામાં આવી છે

જ્યારે સેકન્ડરી ટેસ્ટ કરવા માટે ૩૨ લેબ ઉભી કરવામાં આવી છે.આ તમામ ચીજા દર્શાવે છે કે, ભારતમાં કોરોના સામે લડવામાં વધુ જારદારરીતે કાર્યવાહી થઇ રહી છે.કોરોના વાયરસના આતંકને રોકવા માટે જુદા જુદા રાજ્યોમાં એરપોર્ટ ઉપર પણ કઠોર ચકાસણી થઇ રહી છે. ૨૨મી જાન્યુઆરીના દિવસથી જ ચકાસણીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. ભારતમાં શરૂઆતથી જ આઈસોલેશન કેમ્પની વ્યવસ્થા કરવામાં આવી છે.  આજ કારણસર વિદેશમાંથી ખસેડવામાં આવેલા લોકોને આઈસોલેશનમાં રાખવામાં આવી રહ્યા છે. દેશના મોટાભાગના રાજ્યોમાં સ્કુલ કોલેજા, મલ્ટીપ્લેક્સ, સિનેમાહોલ અને મોલને બંધ કરવાની જાહેરાત કરવામાં આવી ચુકી છે.

હોસ્પિટલમાં   પણ વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે. દેશના અન્ય રાજ્યો પહેલાથી શૈક્ષણિક સંસ્થાઓને બંધ કરવાના નિર્ણય કરી ચુક્યા છે.કોરોનાના કહેરે હવે શ્રદ્ધાળુઓમાં પણ દહેશત ફેલાવી દીધી છે. મુંબઈના લોકપ્રિય સિદ્ધિ વિનાયક મંદીરને આગામી આદેશ સુધી બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મંદિર હવે ક્યારે ખુલશે તે સંદર્ભમાં મોડેથી સૂચના જારી કરવામાં આવશે. આ મંદિર ભારેભરચક વાળા વિસ્તારમાં આવે છે. આવી સ્થિતિમાં કોરોના વાયરસના ખતરાને ધ્યાનમાં લઇને નિર્ણય લેવાયો છે.

મુંબઈ પોલીસે પહેલાથી જ કલમ ૧૪૪ લાગૂ કરી દીધી છે. મહારાષ્ટ્રમાં કોરોનાના કેસોની વાત કરવામાં આવે તો પુણેમાં સૌથી વધુ કેસો સપાટી પર આવ્યા છે.કોરોના વાયરસનો સામનો કરવા માટે દિલ્હીમાં એક પછી એક પગલા લેવામાં આવી રહ્યા છે. હવે કોઇપણ પ્રકારના કાર્યક્રમ, પ્રદર્શનમાં ૫૦થી વધુ લોકો એકત્રિત થઇ શકશે નહીં. પહેલા આ સંખ્યા ૨૦૦ રાખવામાં આવી હતી. અલબત્ત લગ્ન પ્રસંગને રાહત આપવામાં આવી છે.

જીમ, નાઇટ ક્લબ, સ્પાને પણ ૩૧મી માર્ચ સુધી બંધ કરવાનો નિર્ણય કરાયો છે. ભારતમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસો મહારાષ્ટમા ૪૦ નોંધાયા છે. ત્યારબાદ કેરળમાં ૨૭ કેસો નોંધાયા છે. અન્ય રાજ્યોમાં પણ કેસોમાં વધારો નોંધાયો છે. દરમિયાન મુંબઇમાં એક દર્દીનુ મોત થયુ છે. મુબંઇમાં આજે મંગળવારના દિવસે ભારતમાં કોરોનાના કારણે વધુ એકનુ મોત થયુ હતુ. મુંબઇના ૬૪ વર્ષીય વ્યÂક્તનુ મોત થયુ છે. તેઓ દુબઇથી હાલમાં પરત ફર્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.